સોજી બાટી બનાવવાની રીત | soji ni bati banavani rit | Soji bati recipe in gujarati

સોજી બાટી બનાવવાની રીત - soji ni bati banavani rit - Soji bati recipe in gujarati
Image credit – Youtube/Super Rasoi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Super Rasoi YouTube channel on YouTube આજે આપણે સોજી બાટી બનાવવાની રીત – soji ni bati banavani rit શીખીશું. આ બાટી બહારથી ક્રિસ્પી અને અંદર થી એક દમ સોફ બને છે જેને તમે સવાર સાંજ ના ચા સાથે ના નાસ્તા માં પણ આપી શકો છો તો ચાલો જાણીએ Soji bati recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી બાટી સામગ્રી | Soji bati recipe ingredients

  • સોજી 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • જીરું ½  ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી
  • ઘી 6 ચમચી +¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 કપ

સોજી બાટી બનાવવાની રીત | Soji bati recipe in gujarati

સોજી બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક કપ ગરમ પાણી લ્યો એમાં હાથ થી મસળી ને અજમો, જીરું, હળદર, ઘી, અધ કચરા કરેલ સૂકા ધાણા, અને સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા નાખીને મિક્સ કરો ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી મિક્સ કરી લ્યો

soji – સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો સાત મિનિટ પછી સોજી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો ને બરોબર મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો)

Advertisement

બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકી દયો દસ મિનિટ પછી લોટ ને મસળી એના ચાર થી પાંચ સરખા ભાગ કરી લ્યો ને એક એક લુવા ને કોરો લોટ લઈ પાતળી વણી લ્યો બધી રોટલી વણી તૈયાર કરી લ્યો

હવે એક રોટલી લઈ એના પર એક ચમચી ઘી બરોબર લગાવી લ્યો તેના પર કોરો લોટ અને અડધી ચમચી તલ છાંટી દયો એના પર બીજી રોટલી મૂકો એના પર પણ ઘી લગાવી કોરી લોટ ને તલ છાંટો ત્યાર બાદ એના પ્ર ત્રીજી રોટલી મૂકો એના પર ઘી ને કોરો લોટ છાંટી દયો

ત્યાર બાદ એના પર ચોથી રોટલી મૂકો ને એને વલણ વડે થોડી વણી લ્યો ને એના પર ઘી લગાવી કોરો લોટ છાંટી ને એક બાજુથી ગોળ રોલ વારતા જાઓ ને છેલ્લે પાણી વારો હાથ લાગવી પેક કરી રોલ બનાવી લ્યો ચાકુ થી રોલ ના બે ત્રણ ભાગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં તૈયાર કરેલ રોલ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી ને બાફી લ્યો રોલ બરોબર બાફી લીધા ચારણી બહાર કાઢી ને રોલ ને ઠંડા થવા દયો

રોલ બિલકુલ ઠંડા થાય એટલે એના ચાકુથી મીડીયમ ઝાડા કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈ કે તવી માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો એમાં ધીમા તાપે કટકા કરેલ બતી ને ગોલ્ડન શેકી લ્યો  બધી બાટી શેકી ને તૈયાર કરી લ્યો ગરમ ગરમ બાટી ને દાળ કે ચટણી કે ચા સાથે સર્વ કરો સોજી બાટી.

soji ni bati banavani rit video

આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Super Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati

ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement