સોયા ચંકસ કબાબ બનાવવાની રીત | soya chunks kabab banavani rit

સોયા ચંકસ કબાબ - સોયા ચંકસ કબાબ બનાવવાની રીત - soya chunks kabab banavani rit - soya chunks kabab recipe in gujarati
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સોયા ચંકસ કબાબ બનાવવાની રીત – soya chunks kabab banavani rit શીખીશું. સોયા ચંકસ માં સારી માત્રા માં પ્રોટીન અને ફાઇબર રહેલ છે , do subscribe HomeCookingShow YouTube channel on YouTube If you like the recipe ,અને શાકાહારી લોકો માટે સોયાબીન એક સારો પ્રોટીન અને ફાઇબર મેળવવા નો સ્ત્રોત છે. અને આજકાલ સોયા ચંકસ માંથી અલગ અલગ પ્રકારની ઘણી વાનગીઓ બનેલ બજાર માં મળે છે એમાંની એક છે સોયા ચંકસ કબાબ. તો ચાલો જાણીએ soya chunks kabab recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોયા ચંકસ કબાબ બનાવવા જરૂરી સામગ્રી

  • સોયા ચંકસ 75 ગ્રામ
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • લસણ ની કણી 4-5
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • મેંદા નો લોટ / બ્રેડ ક્રમ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ

સોયા ચંકસ કબાબ બનાવવાની રીત | soya chunks kabab recipe in gujarati

સોયા ચંકસ કબાબ બનાવવા સૌપ્રથમ  સોયા ચંકસ ને ગરમ પાણી માં નાખી એક કલાક માટે ઢાંકી ને પલાળી લ્યો. એકાદ કલાક પછી સોયા ચંકસ નું પાણી હાથે થી દબાવી ને નિતારી લ્યો.

હવે મિક્સર જાર માં સૌથી પહેલા આદુ, લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં નિતારી રાખેલ સોયા ચંકસ અને સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો, ગરમ મસાલો નાખો ને ફરી થી પીસી લ્યો.

Advertisement

હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા અને મેંદા નો લોટ અથવા બ્રેડ ક્રમ નાખી બરોબર મિક્સ કરી ને કબાબ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ના જે સાઇઝ ના કબાબ બનાવવાના હોય એટલું મિશ્રણ લઈ હથેળી વડે બરોબર દબાવી ને આકાર આપી દયો ને તૈયાર કરી લ્યો આમ બધા મિશ્રણ માંથી કબાબ તૈયાર કરી લ્યો અને તૈયાર કરેલ કબાબ ને ફ્રીઝ માં દસ મિનિટ મૂકી દયો.

દસ મિનિટ પછી ફ્લેટ કડાઈ માં થોડુ તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ કબાબ નાખી એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ( અહી તમે કબાબ ને ઓછા તેલ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો )

આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ કાઢી લ્યો. આમ બધા કબાબ શેકી લ્યો ને તૈયાર કરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો સોયા ચંકસ કબાબ.

soya chunks kabab banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચીઝ સ્પ્રેડ બનાવવાની રીત | cheese spread banavani rit | cheese spread recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit

મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit

ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement