નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે સોયા ચંક મંચુરિયન બનાવવાની રીત – soya chunks manchurian recipe in gujarati શીખીશું. સોયામાં ખૂબ સારી માત્રામાં પ્રોટીન હોય છે તો ચાલો આજે આપણે soya chunks manchurian banavani rit – સોયા ચીલી મંચુરિયન બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
સોયા ને બાફવા માટેની સામગ્રી
- સોયા વડી 2 કપ
- પાણી 4 કપ
- સોયા સોસ 3 ચમચી
- લસણ પેસ્ટ 1 ચમચી
- ડુંગળી 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલ 2 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સોયા વડી ને મેરિનેટ કરવા માટેની સામગ્રી
- ડુંગળી ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2 ચમચી
- લીંબુનો રસ 2-3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- કોર્ન ફ્લોર 3 ચમચી
- મેંદા નો લોટ 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
સોયા મંચુરિયન બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- લસણ પેસ્ટ/ કટકા 1 ચમચી
- આદુ પેસ્ટ / કટકા 1 ચમચી
- લીલી ડુંગળી/ ડુંગરી ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2 ચમચી
- કેપ્સીકમ ¼ કપ
- ચીલી સોસ 2 ચમચી
- સોયા સોસ 4 ચમચી
- ટમેટા કેચઅપ ½ કપ
- વિનેગર 1 ચમચી
- પાણી 2 કપ +3 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા
સોયા ચંક મંચુરિયન બનાવવાની રીત | soya chunks manchurian recipe in gujarati
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો એમાં સોયા વડી, સ્વાદ મુજબ મીઠું, ડુંગરી સુધારેલ, લીલા મરચા સુધારેલા, સોયા સોસ, લસણ ની પેસ્ટ, આદુ પેસ્ટ, નાખી ને બાફી લ્યો જ્યાં સુંધી બધું પાણી બરી ના જાય ત્યાં સુધી (એટલે કે પાણી બધું ચડી ને સોસાઈ જાય એટલી વાર ચડાવી લેવા )
સોયા વડી બરોબર ચડી જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો સોયા વડી ઠંડી થાય એટલે એમાં મેંદા નો લોટ, કોર્ન ફ્લોર, ડુંગરી સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, લીંબુ નો રસ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને વડી નાખતા જાઓ ને બધી વડી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ તારેલ વડી ને અલગ વાસણમાં કાઢી લ્યો ( બાળકો માટે બનાવતા હો તો રેડ ચીલી ને લીલા મરચા ઓછા નાખવા)
હવે ગેસ પર પાતળા તરિયા વાળી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ ને ડુંગળી શેકો
ત્યાર બાદ કેપ્સીકમ, રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ, વિનેગર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો ત્યાર એમાં તરી રાખેલ સોયા વડી નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે ડ્રાય સોયા ચીલી મંચુરિયન
જો તમારે ગ્રેવી વાળા સોયા ચીલી મંચુરિયન બનાવવા હોય તો ડ્રાય મંચુરિયન માં બે કપ ગરમ પાણી નાખી ઉકાળો ત્યાર બાદ એક વાટકી માં એક ચમચી કોર્ન ફ્લોર લ્યો એમાં ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરો ને ઉકળતા મંચુરિયન માં નાખી ને મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ને ઉપર થી લીલી ડુંગળી છાંટી ગાર્નિશ કરી સર્વ કરો સોયા ચીલી મંચુરિયન ગ્રેવી.
soya chunks manchurian banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit | palak na pudla recipe in gujarati
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banava ni rit
ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | fada lapsi recipe in gujarati
જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit
મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે