સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત - Strawberry flavor nariyal penda banavani rit
Image credit – Youtube/Magic of Indian Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત – Strawberry flavor nariyal penda banavani rit  શીખીશું, do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube If you like the recipe , આ પેંડા માં નારિયળ સાથે સ્ટ્રોબેરી રંગ / એસેન્શ નાખી તૈયાર કરીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એક બે દિવસ ખાઈ શકાય છે તો ચાલો જાણીએ સ્ટ્રોબેરી ફ્લેવર્સ નારિયળ પેંડા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નારિયળ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • નારિયળ નું છીણ 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ ¾ કપ
  • મલાઈ  / માવો છીણેલો ½ કપ
  • ખાંડ ½ કપ
  • સ્ટ્રોબેરી પલ્પ/ સીરપ ½ ચમચી / સ્ટ્રોબેરી એસેન્સ 2-3 ટીપાં / લાલ ફૂડ કલર 2-3 ટીપાં
  • એલચી પાઉડર 1-2 ચપટી

 સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નારિયળ પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં નારિયળ ની છીણ, ફૂલ ક્રીમ દૂધ અને મલાઈ / માવો છીણેલી નાખી ધીમા તાપે હલાવતા રહો ને મિશ્રણ ને બરોબર શેકી લ્યો

મિશ્રણ ને બે ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો ને મિક્સ કરો ( ખાંડ ની માત્ર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી નાખવી ) ખાંડ ઓગળી ને મિશ્રણ નરમ થશે પણ હલાવતા રહેશો તો પાછું મિશ્રણ ઘટ્ટ થઈ જશે ત્યાં સુંધી ચડવો

Advertisement

જયારે મિશ્રણ પછી ઘટ્ટ થાય એટલે કડાઈ મુકવા લાગે એટલે એમાં  એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં સ્ટ્રોબેરી પલ્પ / સીરપ / સ્ટ્રોબેરી એસેન્સ  / લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો  ને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો

મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકી ઠંડુ કરી લ્યો વે કલાક પછી થાળી માં ફેલાવી બરફી બનાવો અથવા ગોળ ગોળ બનાવી વચ્ચે આંગળી થી થોડું દબાવી પેંડા બનાવો ને એના પર પિસ્તા બદામ ની કતરણ મૂકો ને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી (પેંડા કે બરફી ને ફ્રીઝ માં મુકવા કેમ કે એમાં મલાઈ/માવો ,દૂધ નાખેલ છે જે બહાર બગડી શકે છે ) મજા લ્યો સ્ટ્રોબેરી ફ્લેવર્સ નારિયળ પેંડા.

Strawberry flavor nariyal penda banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement