જીનસ ફ્રેગરીયા નું એક ફળ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ને ગાર્ડન સ્ટ્રોબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સુગંધ, ચટાકેદાર લાલ રંગ, અને રસાદાર સ્વાદ દરેક વ્યક્તિનું મન લલચાવે છે. સ્ટ્રોબેરી નો ઉપયોગ અલગ અલગ ખાદ્ય પદાર્થો માં મુખ્ય સ્વરૂપે કરવામાં આવે છે. સ્ટ્રોબેરી વાળ, ત્વચા, અને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. સ્ટ્રોબેરીને પોષણ યુક્ત ફળ માનવામાં આવે છે. કારણકે વધારે પડતા વ્યક્તિઓ તેને ખાવાના સ્વરૂપમાં જ પસંદ કરતા હોય છે. સ્ટ્રોબેરી ની સૌથી સારી બાબત એ છે કે તેમાં નહીવત માત્રા માં કેલેરી હોય છે માટે તે સ્વાસ્થ્ય ને જરા પણ નુકસાન પહોચાડતી નથી,તો ચાલો જાણીએ સ્ટ્રોબેરી ના ફાયદા અને નુકશાન, strawberry na fayda,strawberry benefits in Gujarati
Table of contents
- સ્ટ્રોબેરી ના ફાયદા | Strawberry na fayda
- સંધી વા અને ગાઉટ ના રોગ માટે સ્ટ્રોબેરી ના ફાયદા
- આંખો નું તેજ વધારે છે સ્ટ્રોબેરી
- સ્ટ્રોબેરી કોલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે
- સ્ટ્રોબેરી ના ફાયદા તે કબજીયાત ને દૂર કરે છે
- શરીરના સોજા દૂર કરે છે
- ઈમ્યુંનીટી વધારે છે
- હાડકાને મજબૂત બનાવે છે
- સ્ટ્રોબેરી વજન ઘટાડવામાં મદદ કરે છે
- ડાયાબીટીશ ના દર્દીઓ માટે સ્ટ્રોબેરી ફાયદાકારક છે
- સ્ટ્રોબેરી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા
- સ્ટ્રોબેરી નો ઉપયોગ ત્વચા માટે
- સ્ટ્રોબેરી ના નુકસાન
- સ્ટ્રોબેરી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
સ્ટ્રોબેરી ના ફાયદા | Strawberry na fayda
સ્ટ્રોબેરી માં મેગ્નેશિયમ, પ્રોટીન, તાંબૂ, પોટેશિયમ, સોડીયમ વગેરે પોષક તત્વો મળી રહે છે. એક કપ સ્ટ્રોબેરી માં ૪૯ કેલેરી, ૭ ગ્રામ ખાંડ, ૩ ગ્રામ ફાઈબર, ૧ ગ્રામ પ્રોટીન, ૪ મીલીગ્રામ વિટામીન-સી, અને નહીવત માત્રા માં ચરબીનું પ્રમાણ હોય છે.
સંધી વા અને ગાઉટ ના રોગ માટે સ્ટ્રોબેરી ના ફાયદા
નિયમિત રીતે સ્ટ્રોબેરી નું સેવન કરવાથી જરૂર થી લાભ મળતા હોય છે. સ્ટ્રોબેરી માં રહેલું વિટામીન સી આ બન્ને સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.
આંખો નું તેજ વધારે છે સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી માં એન્ટી ઓક્સીડેન્ટ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. એન્ટી ઓક્સીડેન્ટ આંખો નું તેજ વધારવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે નાશ્તા માં સ્ટ્રોબેરી નું સેવન કરવાથી આંખો નું તેજ વધારી શકાય છે.
સ્ટ્રોબેરી કોલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે
strawberry benefits – સ્ટ્રોબેરી માં ઉચ્ચ માત્રામાં ફાઈબર મળી રહે છે. જે આપણા શરીર માં કોલેસ્ટ્રોલના સ્તર ને લેવલ માં રાખવાનું કામ કરે છે. દરરોજ કાચી સ્ટ્રોબેરી નું સેવન કરવાથી અથવા સલાડ માં મિક્સ કરીને ઉપયોગ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
સ્ટ્રોબેરી ના ફાયદા તે કબજીયાત ને દૂર કરે છે
દરરોજ સવારે ભૂખ્યા પેટે સ્ટ્રોબેરી ખાવાથી કબજીયાત ની સમસ્યામાં રાહત મળે છે. સ્ટ્રોબેરી માં ભરપૂર માત્રા માં ફાઈબર હોય છે. કબજીયાત ની સાથે સાથે સ્ટ્રોબેરી ખાવાથી બ્લોટિંગ ની સમસ્યા માંથી પણ રાહત મળે છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે.
શરીરના સોજા દૂર કરે છે
સ્ટ્રોબેરી માં ક્વેરસેટીન નામનું પદાર્થ હોય છે જે શરીર માં આવતા સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. શરીરના કોઈપણ ભાગ પર જો સોજા આવી ગયા હોય તો સ્ટ્રોબેરી ને લીક્વીડ ફોર્મ માં પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
સ્ટ્રોબેરી માં વિટામીન-સી ની માત્રા સારા એવા પ્રમાણ માં હોવાથી તે સોજા પેદા કરવાવાળી કોશિકાઓને સંતુલિત રાખે છે.
ઈમ્યુંનીટી વધારે છે
દરરોજ સવાર અને સાંજે જમ્યા પછી સ્ટ્રોબેરી નું સેવન કરવું. આમ કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સ્ટ્રોબેરી માં રહેલા વિટામિન્સ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદ્દદ કરે છે.
હાડકાને મજબૂત બનાવે છે
સ્ટ્રોબેરી માં ભરપૂર માત્રા માં પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે માટે જો તમે દરરોજ એક્ક્પ સ્ટ્રોબેરી નું સેવન દૂધ અથવા દહીં સાથે કરશો તો તેનો લાભ તમારા શરીર ની સાથે સાથે હાડકા ને પણ મજબૂત બનાવશે.
strawberry – સ્ટ્રોબેરી મા રહેલું પ્રોટીન અને મેગેનીઝ હાડકા ના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.
સ્ટ્રોબેરી વજન ઘટાડવામાં મદદ કરે છે
વજન વધવાનું મુખ્ય કારણ હોય છે આપણી અનિયમિત ખાણીપીણી ખોટી આહાર વ્યવસ્થા, અને વ્યાયામ નો અભાવ માટે જો વજન ને કન્ટ્રોલ મારખવું હોય તો વ્યાયામ અને તેની સાથે સાથે ખાવા પીવા માં પણ ખુબ જ ધ્યાન રાખવું પડે છે.
વજન ઘટાડવા માટે સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી શકાય છે. તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને એલીઝીક એસીડ મદદ કરે છે. સ્ટ્રોબેરી નું સેવન કરવાથી આપણી ચયાપચય ની પ્રક્રિયા શારી થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
ડાયાબીટીશ ના દર્દીઓ માટે સ્ટ્રોબેરી ફાયદાકારક છે
સ્ટ્રોબેરી માં રહેલું એલીઝીક એસીડ માં એન્ટી ઓક્સીડેન્ટ નું પ્રમાણ સારું હોય છે. જેના લીધે આપને લીધેલો ખોરાક પચાવવામાં ખુબ જ મદદ કરે છે અને શરીર માં શુગર ના લેવલ ને નિયંત્રિત રાખે છે. દરરોજ એક કપ સ્ટ્રોબેરી નું સેવન કરવાથી અવશ્ય લાભ થાય છે.
સ્ટ્રોબેરી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા
ખરતા વાળ ને અટકાવે છે સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી ખાવાનો સૌથી મોટો ફાયદો વાળ ને થાય છે. સ્ટ્રોબેરી એલેઝીક એસીડ નો એક સારો સ્ત્રોત છે જે વાળ ને મજબૂત બનાવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી ના પાવડરને નારિયેળ અથવા બદામ ના તેલ સાથે મિક્ષ કરીને વાળ માં લગાવો અને પછી વાળ ને સ્ટ્રોબેરીયુક્ત શેમ્પૂ થી ધોઈ લો જરૂર થી ફાયદો થશે.
ફંગલ ઇન્ફેકશન ને દૂર કરે છે
શરીર માં આવશ્યક ખનીજ તત્વો અને વિટામીન ની ઉણપ ને લીધે ફંગલ ઇન્ફેકશન થઇ શકે છે. ફંગલ ઇન્ફેકશન વાળ માં પણ થઇ શકે છે.
વાળ ને સરખું પોષણ ના મળતા આ સમસ્યા થાય છે, તેવામાં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. સ્ટ્રોબેરી માં રહેલું પોટેશિયમ વાળ ને પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી, એક ઈંડું, ઓલીવ ઓઈલ, એલોવેરા જેલ, અને દહીં આ બધી સામગ્રીને મિક્ષ કરીને વાળ ના મૂળ માં લગાવો. આ પેક લગાવવાથી વાળ માં થયેલ ઇન્ફેકશન દૂર થાય છે. મહિના બે વાર આ હેર પેક નો ઉપયોગ કરી શકાય છે.
દાંત ને સફેદ રાખવામા સ્ટ્રોબેરી નો ઉપયોગ
સ્ટ્રોબેરી ને મસળી ને તેમાં બેકિંગ સોડા નાખીને દાંત પર ઘસવાથી ફાયદો થાય છે.
જો તમે દાંત ની કોઈ સમસ્યા થી પરેશાન છો તો સ્ટ્રોબેરી નો અવશ્ય ઉપયોગ કરવો. મેલિક એસીડ એક એવું ઘટક છે જે દાન ને સાફ કરવામાં મદદ કરે છે અને સ્ટ્રોબેરી માં એ ભરપૂર માત્રા માં હોય છે.
સ્ટ્રોબેરી નો ઉપયોગ ત્વચા માટે
સ્ટ્રોબેરી માં રહેલું અલ્ફા- હાઈડ્રોકસી એસીડ ત્વચા માટે ખુબ જ મહત્વ નું છે. તે એસીડ ત્વચામાં રહેલા મૃત કોષોને ખતમ કરવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરીમાં રહેલું વિટામીન સી પણ ત્વચા માટે ખુબ જ સારું છે.
એક સ્ટ્રોબેરીમાં ચંદન, કેસર, હળદર અને એલોવેરા જેલ મિલાવીને ચહેરા પર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે.
સ્ટ્રોબેરી ની પેસ્ટ બનાવીને તેમાં ઓલીવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને લગભગ ૨૦-૩૦ મિનીટ સુધી ચહેરા પર લગાવીને રાખી દો. આફેસ પેક નો નિયમિત ઉપયોગ કરવાથી ખીલ ની સમસ્યા માં ખુબ જ જલ્દી ફાયદો મળે છે.
આંખો ના ડાર્ક સર્કલ ને દૂર કરવા માટે પણ સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક્ સ્ટ્રોબેરી ને લગભગ ૨૦ મિનીટ સુધી ફ્રીઝ માં રાખીને ઠંડી કરી લો પછી તેની સ્લાઈઝ કરીને આંખો ઉપર થોડી વાર રાખી મુકો જેમ કાકડી ની સ્લાઈઝ રાખીએ એમ જ
સ્ટ્રોબેરી એક એન્ટી એન્જીંગ નું પણ કામ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ની માત્રા સર એવા પ્રમાણ માં હોવાથી તે ત્વચા ને માટે એન્ટી એન્જીંગ નું કામ કરે છે. તેના માટે સ્ટ્રોબેરી ના જ્યુસ નું નિયમિત સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
ત્વચા ની સારી રીતે સફાઈ કરવા માટે પણ સ્ટ્રોબેરી નો ઉપયોગ કરવામાં આવે છે સ્ટ્રોબેરી ની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવી રાખવાથી અવશ્ય ફાયદો થાય છે.
સ્ટ્રોબેરી ના નુકસાન
સ્ટ્રોબેરી નું સેવન કરતી વખતે માત્ર એટલું જ ધ્યાન રાખવું કે તેનું સેવન જરૂરીયાત કરતા વધારે તો નથી કરતા ને? તેમાં ફાઈબર ની માત્રા ભરપૂર હોય છે, માટે જો વધારે સેવન થઇ જશે તો ડાયેરિયા, ગેસ અને કબજિયાત ની સમસ્યા થઇ શકે છે.
સ્ટ્રોબેરી માં વિટામીન સી ની માત્રા ખુબ હોય છે માટે તેનું સેવન પર્યાપ્ત જ કરવું નહિતર પેટમાં દુખાવો થઇ શકે છે.
સ્ટ્રોબેરી માં પોટેશિયમ ની માત્રા પણ ભરપૂર હોય છે, પોટેશિયમ ની માત્ર જો શરીર માં વધારે થઇ જાય તો હૃદય સબંધિત પરેશાની નો સામનો કરવો પડી શકે છે.
સ્ટ્રોબેરી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
સ્ટ્રોબેરી નું સેવન કરવાથી અનેક લાભો થાય છે. વધતી ઉમર ને રોકી શકાય છે, ખીલ દૂર કરી શકાય છે, ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખે છે, દાંત અને હાડકા મજબૂત બને છે.
હા, તેની અંદર ઓછી કેલેરી,સારા ન્યુટ્રીશન અને ફાઈબર હોય છે તેથી તમે તમારા ડાયટ ની અંદર સ્ટ્રોબેરી નો ઉપયોગ કરો છો
સ્ટ્રોબેરી ની અંદર આલ્ફા હાયદ્રોકસી એસીડ હોય છે જે તમારા ડેડ સ્કીન સેલ ને દુર કરવામાં મદદરૂપ થાય છે અને તમારી સ્કીન ને ક્લીન કરે છે તેમેજ તેની અંદર રહેલ વિટામીન સીતમારી સ્કીન ને હેલ્ધી અને સ્મૂધ બનાવે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Dragon fruit na fayda
ગોરસ આંબલી ના ફાયદા અને છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli na fayda
લીચી અને લીચી ના બીજ ના ફાયદા | લીચી ના ઉપયોગો | લીચી ના નુકશાન | litchi na fayda in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે