ખાંડની જગ્યાએ વાપરો 5 હેલ્થી વસ્તુ – Sugar alternative

Sugar alternative Food you can use for healthy Lifestyle - ખાંડની જગ્યાએ આ વાપરો
Advertisement

નમસ્કાર મિત્રો આજે આપણે રોજિંદા જીવનમાં જે ખાંડ વાપરીએ છીએ તેના વિશે કેટલીક વાત કરવાના છીએ, ખાંડ એ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી એ આપણે સૌ જાણીએ છીએ તો આજે અમે તમને કેટલીક ખાંડ ની માહિતી તેમજ કેટલીક એવી વસ્તુઓ કે જે તમે ખાંડની અવેજીમાં લઇ શકો છો અને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો તેમજ તમે સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાથી દૂર રહી શકો છો તેના વિશે માહીતી આપીશું – ખાંડની જગ્યાએ આ વાપરો , Sugar alternative Food you can use for healthy Lifestyle.

Sugar alternative Food you can use for healthy Lifestyle

ઘણા બધા વ્યક્તિઓ દિવસની અંદર અલગ-અલગ માધ્યમથી ખાંડનું ખૂબ જ પ્રમાણમાં સેવન કરતા હોય છે અને તેઓ તે ખાંડને અથવા તો મીઠા ભોજનને મૂકી શકતા નથી આ જ ખાંડ આપણને સ્થૂળતા તરફ લઈ જાય છે તેમજ આપણને ટાઈપ ટૂ ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ ઊભી કરે છે

તેમજ વ્યક્તિઓને મીઠી ચાય અને મીઠું દૂધ અને ચાસણી નો ઉપયોગ થયો હોય તેવી મીઠાઈ અતિ પ્રિય હોય છે અને ઘણીવાર તો તેઓ વધારાની એક બે ચમચી ઉમેરીને ચાય અથવા દૂધનું સેવન કરે છે,

Advertisement

થયેલા સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે ખાંડને કારણે ડાયાબિટીસ થવાની શક્યતા 21 ટકા વધી જાય છે તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવીશું કે જેનો ઉપયોગ અમે ખાંડની અવેજીમાં કરી શકો છો

Sugar alternative Foods – ખાંડની જગ્યાએ આ વાપરો

ગોળનો ઉપયોગ કરો

અમારા બીજા આર્ટીકલ ની અંદર અમે તમને ગોળ ની અંદર રહેલા ગુણો વિષે જણાવેલ છે કે ગોળ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને આ ગોળ ખાંડનો બેસ્ટ વૈકલ્પિક ઓપ્શન છે

તે ફાઇબર અને મિનરલ્સ થી ભરપૂર હોય છે ખાંડ બનાવવાની પ્રોસેસ માં જરૂરી પોષક તત્વો નો નાશ થાય છે જ્યારે ગોળ બનાવવાની પ્રક્રિયામાં આવું કશું થતું નથી તેમજ તમે જો ઈચ્છો તો રોજિંદા જીવનમાં ચાય, મીઠાઈ અને લાડવા માં પણ ગોળનો ઉપયોગ કરી શકો છો જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે

Maple syrup – મેપલ સીરપ નો ઉપયોગ કરો

મેપલ સીરપ ની અંદર આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક સારા પ્રમાણમાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે હાલ ઘણી બધી વાનગીઓની અંદર આ maple syrup નો ઉપયોગ થઈ રહ્યો છે,

વાનગીઓ ની વાત કરીએ તો maple syrup એ સ્મુધિ, મિલ્ક શેક અને ડેઝર્ટ ની અંદર હાલ ખૂબ જ પ્રિય બની રહ્યું છે – Sugar alternative Food 

કોકોનટ સુગર નો ઉપયોગ કરો

કોકોનટ સુગર ની વાત કરીએ તો તેની અંદર ખાંડની તુલનામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઘણી બધી જગ્યાએ વાનગીઓમા પણ આ કોકોનટ સુગર નો ઉપયોગ કરવામાં આવે છે

તેમજ આ કોકોનટ સુગર નું પણ ખાંડ ની જેમ અતિશય સેવન કરવું જોઇએ નહીં જો તમે ખાંડ વગર રહી શકતા ના હો તો જ કોકોનટ સુગર નો ઉપયોગ કરવો જોઈએ

ખજૂરનો ઉપયોગ કરો

જો તમે સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોને તમારાથી દૂર રાખવા ઇચ્છો છો તો તમે ખજૂર નું ભોજનની અંદર ઉપયોગ કરી શકો છો તમે ઈચ્છો તો ખજૂરની પેસ્ટનો ઉપયોગ કેક, બ્રાઉનની જેવી વાનગીઓ ની અંદર ખાંડની અવેજીમાં વાપરી શકશો,

જે તેને ઉત્તમ ટેસ્ટ આપવાની સાથે સાથે મીઠાશ પણ આપશે હાલ બજારમાં તમને ખજૂર ની પેસ્ટ મળી રહેશે પરંતુ જો તમે આ પેસ્ટ ઘરે બનાવો છો તો તે ઉત્તમ છે

ખાંડની જગ્યાએ વાપરો મધ

જે વ્યક્તિઓને મીઠું ભોજન અતિપ્રિય હોય તેઓ ઇચ્છે તો ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ ભોજનની અંદર કરી શકે છે મધ એ કુદરતી મીઠાશ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે,

તેમજ મધની અંદર ઘણા બધા ખનીજો, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ, ગ્લુકોઝ અને ફ્રુક્તોસ ( glucose – fructose ) હોય છે તેમજ મધની અંદર ખાંડની સરખામણીમાં કેલરી પણ ઓછી હોય છે – Sugar alternative Food 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઝડપથી વજન ઉતારવા કરો આ રીતે ગોળનું સેવન,ગોળ ની અંદર રહેલ પોષકતત્વો ની માહિતી તેમજ જાણો ગોળ ના ફાયદા

Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા – Kismis na fayda

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement