નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube આજે આપણે સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત શીખીશું. આ પૂરી ખાવામાં એકદમ ક્રીસ્પી ને સોફ્ટ લાગે છે તો એક વાર ચોક્કસ બનાવજો તો ચાલો જોઈએ suji batata ni masala puri banavani rit gujarati ma બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
સોજી બટાકાની મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી | soji batata ni masala puri ingredients
- સોજી ½ કપ
- બાફેલા બટાકા 1-2
- ઘઉંનો લોટ 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- ગરમ પાણી 1 કપ
- તરવા માટે તેલ
suji batata ni masala puri banavani rit gujarati ma
સોજી બટેકાની મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કપ પાણી ને ગરમ કરો હવે એક વાસણમાં સોજી ને સાફ કરી ને લ્યો એમાં ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી એમા બાફેલા બટાકા, ચીલી ફ્લેક્સ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો ઘઉં નો ચારેલ લોટ નાખી મિક્સ કરતા જાઓ ને લોટ બાંધી લ્યો
છેલ્લે એક બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો જેથી બધા મસાલા ને લોટ બરોબર મિક્સ થઈ જાય (અહી કોઈજ વધારાનું પાણી નાખવું નહીં )
દસ મિનિટ પછી ફરી લોટ પર એક ચમચી તેલ નાખી ને મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા ને વેલણ પર તેલ લાગવી ને હળવા હાથે મીડીયમ જાડી પુરી વણી લ્યો
તેલ ગરમ થાય એટલે બે ત્રણ પુરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી પુરી ને વણી ને તરી લ્યો ને ગરમ ગરમ ચા દૂધ સાથે સર્વ કરો સોજી બટેકાની મસાલા પૂરી
સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad banavani rit | pan kobi salad recipe in gujarati
મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati
ફૂડ કલર બનાવવાની રીત | food color banavani rit | food color recipe in gujarati
ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit | bhat ni cutlet recipe in gujarati
કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે