નમસ્તે મિત્રો આજે આપણે સુકા ધાણા નું પાણી બનાવવાની રીત – Suka dhana nu paani banavani rit શીખીશું. આ પાણી તમે બે પ્રકારની બનાવી શકો છો, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , ગરમ અને ઠંડુ. બને પ્રકારનું પાણી શરીર માટે ખૂબ જ ગુણકારી ને લાભકારી છે શરીર ને અંદર થી ખરાબ ટોક્ષીન ને દુર કરવામાં ખૂબ જ અસરકારક હોય છે જેનાથી ચમકતી ત્વચા મળસે અને શરીર ઉતારવા માં મદદ થશે તો ચાલો જાણીએ સૂકા ધાણા નું પાણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગરમ સૂકા ધાણા નું પાણી બનાવવા માટેની સામગ્રી
- સુકા ધાણા 3-4 ચમચી
- પાણી 2 કપ
ઠંડુ સૂકા ધાણા નું પાણી બનાવવા માટેની સામગ્રી
- સૂકા ધાણા 3-4 ચમચી
- પાણી 2 કપ
- આંબલી 2 ચમચી
- ગોળ 3-4 ચમચી
- સંચળ 1-2 ચપટી
- મરી પાઉડર 1 ચપટી
- ફુદીના ના પાંદડા 5-7
- બરફ ના કટકા
સુકા ધાણા નું પાણી બનાવવાની રીત
સૌપ્રથમ સુકા ધાણા નું ગરમ પાણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઠંડુ સૂકા ધાણા નું પાણી બનાવવાની રીત શીખીશું
સુકા ધાણા નું ગરમ પાણી બનાવવાની રીત
સુકા ધાણા નું પાણી બનાવવાની સૌ પ્રથમ સૂકા ધાણા ને સાફ કરી લ્યો (એક ગ્લાસ પાણી બનાવવા બે ચમચી સૂકા ધાણા લેવા તો આજ આપણે બે ગ્લાસ પાણી અને ચાર ચમચી સૂકા ધાણા લેવા ) ધાણા ને પાણી થી એક વાર ધોઇ સાફ કરી લેશું ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી આખી રાત ઢાંકી ને મૂકી દેસુ
હવે સવારે પલાળેલા ધાણા ને તપેલી માં નાખી ગેસ પર મૂકો ને ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બે ચાર મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ધાણા નું પાણી ગરણી વડે ગાળી લ્યો ને નવશેકું નવશેકું મજા લ્યો તો તૈયાર છે ગરમ સૂકા ધાણા નું પાણી
ઠંડુ સૂકા ધાણા નું પાણી બનાવવાની રીત
સૌ પ્રથમ ચાર ચમચી સૂકા ધાણા ને સાફ કરી એક વાસણમાં લ્યો એને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી ઢાંકી ને આખી રાત પલાડી મૂકો સવારે પાણી ને તપેલી માં નાખો ને ગેસ ચાલુ કરી ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં આંબલી, ગોળ, સંચળ, મરી પાઉડર નાખી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો
હવે ગેસ બંધ કરી પાણી ને ગરણી થી ગાળી લ્યો ને ઠંડુ થવા દયો ધાણા વાળુ પાણી ઠંડુ થાય એટલે બરફ ના ટુકડા અને ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરી મજા લ્યો ઠંડો ઠંડો ધાણા ની પાણી.
Suka dhana nu paani banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રાગી મિલ્ક બનાવવાની રીત | ragi milk banavani rit | ragi milk recipe in gujarati
બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit
ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi banavani rit
મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત | Maisur dal pulav banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે