આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત ચટાકેદાર સુરતી ઊંધિયું રેસીપી. સાંભળીને જ મોંમાં પાણી આવી જાય એમ થાય કે આજે તો બનાવું જ છે. તો ચાલો જોઈએ, સુરતી ઊંધિયું બનાવવાની રીત, surti undhiyu recipe in Gujarati , undhiyu recipe in Gujarati,.
surti undhiyu recipe in Gujarati
ઊંધિયું રેસીપીબનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે
- લીલા મરચાં -10 નંગ
- લીલુ લસણ – 100 ગ્રામ
- ગોળ- પા વાટકી
- ચણાનો લોટ- અડધી વાટકી
- લીલા ધાણા-1 વાટકી
- ગરમ મસાલો-2 ચમચી
- મીઠું- સ્વાદ મુજબ
- સુરતી પાપડી- એક વાટકી(સમારેલી)
- રીંગણા -4 નંગ
- બટાટા – 3 નંગ
- કેળા -1 નંગ
- વાલોર-1 વાટકી(સમારેલી)
- કંદ-200 ગ્રામ
- નાળિયેર -2 વાટકી
- ધાણાજીરું પાવડર-2 ચમચી
- તેલ- જરૂર મુજબ
- ટામેટા-2 નંગ
સુરતી ઊંધિયું બનાવવાની રીત – surti undhiyu recipe in Gujarati,
undhiyu recipe in Gujarati બનાવવા એક થાળીમાં ગોળ ,ધાણા જીરુ ભૂકો, ગરમ મસાલો, ચણાનો લોટ, લીલા ધાણા ,મીઠું, લીલુ લસણ લઈ તેમાં ૩ ચમચા તેલ નાખી થોડુંક મિક્સ કરી તેમાં નાળિયેર અને મરચા નું મિશ્રણ કરી ફરીથી સરખી રીતે મિક્સ કરો
પછી રીંગણા ના ડાંઠા કાઢી ને તેમાં કાપા પાડો તેવી જ રીતે બટેટા ને પણ છોલી ને તેમાં કાપા પાડો કેળા ને પણ વચમાંથી કાપો પાડો અને કંદ ને પણ સુધારો, પછી તૈયાર કરેલું મિશ્રણ રીંગણા ને બટેટા ને કેળામાં ભરો.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભરેલા રીંગણા બટેટા અને કાપેલા કંદ અને સુરતી પાપડી અને વાલોર નાખી થોડીક વાર સીજવા દો,પછી તેમાં વધેલો મસાલો વધેલો નાખી વ્યવસ્થિત ચડાવો.
બીજી કડાઈમાં ટમેટા સુધારીને થોડું પાણી નાખી ચડાવો અને ટમેટા થોડા ચડે પછી તેમાં ભરેલા કેળા નાખો અને બંને ચડવા દો ટામેટા અને ખેડા કેળા ચડી જાય પછી તેને બટેટા અને રીંગણા વાળા કડાઈમાં નાખી મિક્સ કરો અને થોડીવાર ચડવા દો , તૈયાર છે મસ્ત મજાનું સુરતી ઊંધિયું,ઊંધિયું રેસીપી.
૮૦ વર્ષ ના દાદી ઊંધિયું બનાવવાતા વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
તલ નો ગજક બનાવવાની રીત રેસીપી | tal no gajak banavani rit | tal gajak recipe in gujarati
મૂળા ના મુઠીયા બનાવવાની રીત | mula na muthiya banavani rit | Mula na muthiya recipe in gujarati
ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit | khandvi recipe in gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે