સ્વીટ ચીલી સોસ બનાવવાની રીત | Sweet Chilli Sauce banavani rit recipe in gujarati

સ્વીટ ચીલી સોસ - સ્વીટ ચીલી સોસ બનાવવાની રીત - Sweet Chilli Sauce banavani rit - Sweet Chilli Sauce recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સ્વીટ ચીલી સોસ બનાવવાની રીત – Sweet Chilli Sauce banavani rit શીખીશું, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , આ સોસ થાઈ વાનગીઓ માં ખૂબ વપરાય છે અને આજ કલ ઘણી હોટલ રેસ્ટોરન્ટ માં ડીપ સોસ તરીકે સર્વ પણ થતો હોય છે જે તીખા લીલા મરચા અને લસણ માં મિશ્રણ માંથી તૈયાર થાય છે આ સોસ ને તમે તૈયાર કરી ફ્રીઝ માં લાંબો સમય સાચવી પણ શકો છો. તો ચાલો જાણીએ Sweet Chilli Sauce recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સ્વીટ ચીલી સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણા સમારેલા તીખા લીલા લાલ મરચા ¼ કપ
  • ઝીણું સમારેલું લસણ 1 ચમચી
  • ખાંડ ½ કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી (ઓપ્શનલ છે )
  • પાણી ½ -1 કપ

સ્વીટ ચીલી સોસ બનાવવાની રીત | Sweet Chilli Sauce recipe in gujarati

સ્વીટ ચીલી સોસ બનાવવા સૌપ્રથમ તીખા લીલા લાલ મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી નાખો અને સાવ ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો,

ત્યાર બાદ લસણ ની કણી ને સાફ કરી એને પણ ઝીણી સુધારી લ્યો અથવા ધસ્તાં વડે કુટી ને પીસી લ્યો  (જો સોસ ને થોડો ઘટ્ટ બનાવવો હોય તો એક વાટકા માં એક ચમચી કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો )

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી નાખો એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી લ્યો અને સાથે એમાં ઝીણા સમારેલા લીલાં લાલ મરચા નાખી ને ઉકળવા દયો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી લસણ ચડી જાય ત્યાં સુંધી ચડવા દયો.

લસણ ચડી જાય અને સોસ થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને સોસ ને ઠંડો થવા દયો (અહી જો સોસ વધારે ઘટ્ટ કરવો હોય તો કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ નાખી એને પણ ઉકાળી લ્યો ને સોસ ને ઘટ્ટ કરી શકો છો). હવે સોસ ઠંડો થાય એટલે બોટલ માં ભરી લ્યો ને સોસ ની મજા લ્યો . તો તૈયાર છે સ્વીટ ચીલી સોસ.

Sweet Chilli Sauce banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી આલું ટિકી અને ફરાળી ચિલા બનાવવાની રીત | Farali aalu tikki ane farali chila banavani rit

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit

પંજાબી શાક ની સફેદ ગ્રેવી બનાવવાની રીત | Panjabi shaak ni safed greavy banavani rit

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit | Papaiya no sambharo banavani recipe

દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement