તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત | Tad gola milk shake banavani rit

તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત - Tad gola milk shake banavani rit
Image credit – Youtube/Easy Food Making
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત – Tad gola milk shake banavani rit શીખીશું. આ તાળગોળા ને આઈસ એપલ, નુંગુ ના નામ થી પણ ઓળખાય છે, do subscribe Easy Food Making YouTube channel on YouTube If you like the recipe , જે ખૂબ ઠંડક આપતું એક ફ્રુટ છે, જે ઉનાળા માં બજાર માં જોવા મળે છે, ને આ ફ્રુટ તો એમજ પણ ખૂબ સારું લાગે છે, ને એમાંથી બનતા જ્યુસ, મિલ્ક શેક પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો આજે જાણીએ તાળગોળા મિલ્કશેક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તાળગોળા મિલ્કશેક બનાવવા જરૂરી સામગ્રી

  • તાળગોળા 2 -3 નંગ
  • ઠંડુ દૂધ 1 ગ્લાસ
  • ખાંડ 2 ચમચી
  • એલચી પાઉડર 1 ચપટી
  • બદામ ની કતરણ 1 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • બરફ ના ટુકડા 5-7

તાળગોળા મિલ્કશેક બનાવવાની રીત

તાળગોળા મિલ્કશેક બનાવવા સૌપ્રથમ દૂધ ને ગરમ કરી ને ઠંડુ કરવા મૂકી દયો ત્યાર બાદ તાળગોળા ને સાફ કરી ને કટકા કરી લ્યો અને બદામ અને પીસ્તા ની કતરણ કરી લ્યો

હવે મિક્સર જારમાં સૌથી પહેલા ખાંડ ( ખાંડ ની માત્ર તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ), ઠંડુ ફૂલ ક્રીમ દૂધ, એલચી પાઉડર ને તાળગોળા ના કટકા નાખી ને પીસી લ્યો

Advertisement

હવે એક તાળગોળા ના ઝીણા ઝીણા કટકા કરી ને સર્વિંગ ગ્લાસ માં થોડા કટકા નાખો ત્યાર બાદ એમાં પીસેલા જ્યુસ નાખો સાથે થોડા બરફ ના ટુકડા નાખો અને એના પર બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી ને ઠંડો ઠંડો સર્વ કરો તાળગોળા મિલ્કશેક.

Tad gola milk shake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Easy Food Making ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જેલોપિનો નું અથાણું બનાવવાની રીત | Jalapeno nu thanau banavani rit

ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit

કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement