
આજ ના આ આર્ટીકલ ની અંદર તજ વિશે માહિતી જેમા તજ ના ફાયદા, તજ નો ઉપયોગ, તજ ખાવાના ફાયદા, Taj na fayda,cinnamon in Gujarati, cinnamon benefits in Gujarati
તજ ની માહિતી
તજ વિશે માહિતી
રોજીંદા મસાલાઓમાં સુગંધ લાવવા માટે, મુખશુદ્ધિ અને કંઠશુદ્ધિ કરવા માટે, મસાલા, મુખવાસ ઉપરાંત એક ઔષધ તરીકે ‘તજ’ નો ઉપયોગ પ્રાચિનકાળથી થતો આવ્યો છે.
દાળ-શાક ના વઘાર માટે અને આયુર્વેદીક દવાઓ બનાવવા માટે તજ નો બહોળા પ્રમાણ માં ઉપયોગ થાય છે. તજ ના ઝાડ ની છાલ ને તજ કહે છે.
તજ ઘણી જગ્યા એ થાય છે. ભારતમાં, ચીનમાં, અને સિલોનમાં. ભારત માં થતા તજ નો ઉપયોગ ઔષધી તરીકે વધારે કરવામાં આવે છે. તજ ને દાલચીની પણ કહેવાય છે.
ભારત માં જે તજ મળે છે તે વધારે પડતી સિલોન થી મંગાવવામાં આવે છે.
સિલોન ની તજ સ્વાદ અને ગુણ માં શ્રેઠ ગણાય છે. જે તજ માં તીખાશ અને સુગંધ નાં હોય તે તજ નો ઉપયોગ ભોજન માં કે ઔષધમાં કરવો નહિ.
તજ ના ઝાડ ની છાલમાંથી, પાંદડામાંથી અને મૂળ માંથી એમ ત્રણ પ્રકાર નું તેલ બનાવવામાં આવે છે.
આં ત્રણેય માંથી તજ ની છાલ નું તેલ ઉત્તમ મનાય છે. તજના તેલ ને સીનેમમ ઓઈલ કહે છે.
ચાલો જાણીએ તજ ના ઘરગથ્થું ઉપચારો અને તેના નુકસાનો
તજ ના ફાયદા અને ઘેરેલું ઉપચાર
મરી, તજ, અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.
તજ નું તેલ તલ ના તેલ સાથે મિક્ષ કરીને કોલેરાની બીમારીમાં ઉપયોગ કરવાથી શરીર સતેજ થાય છે.
તજ ના તેલ માં રૂ બોળી ને આ રૂં નું પૂમડું દુખતી દાઢ પર રાખવાથી દાઢ નો દુખાવો ઓછો થાય છે. વાત્ત વિકાર પર તજ નું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
શરદીથી દુખતું હોય તો તજ ને પાણી માં ઘસી, ગરમ કરી તેનો લેપ કપાળ પર લગાવવા માથું મટી જાય છે.
તજના તેલના ૨-૩ ટીપાં એક કપ પાણીમાં મેળવીને પીવાથી ઇન્ફ્લુંએન્ઝા, હોજરીમાં દુખાવો, આતરડાના દુખાવા માં અને ઉલટી વગેરેમાં ફાયદો કરે છે.
તજ ના ફાયદા અને ઘરગથ્થું ઉપચાર
હૃદયરોગ, મૂત્રાશયના રોગ, કૃમીઓ, અરુચિ, ચળ , ખુજલી વગરેમાં તજ નું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.
તજ જંતુનાશક હોઈ ક્ષય, ટાઈફોઈડ, ટાઈફસ અને બીજા ઘણા ચેપી રોગો નો નાશ કરે છે.
તજ નું સેવન કરવાથી તાવ, ઉલટી, પેટની ચૂંક, અને આફરો મટે છે. સ્ત્રીઓનો માસિક અટકાવ સાફ લાવે છે.
દાંતના દુખાવામાં, પેટ ની ચૂંકમાં, જીભ નું અટકવું બંધ થવું વગેરે માં તજ નું તેલ ઉત્તેજક હોવાથી ફાયદો કરે છે.
તજ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર | Taj na fayda ane Gharelu upchar
તજ અને હેમજ ને લઈને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણીમાં મિક્ષ કરીને રાત્રે પીવાથી સવારે પેટ સારી રીતે સાફ થઇ જાય છે. અને કબજીયાત મટી જાય છે.
બિલાનો ગર્ભ, તજ અને રાળ લઇ તેનું ચૂર્ણ બનાવીને ગોળ અને દહીંમાં મિક્ષ કરીને સેવન કરવાથી શૂળવાળા આમાતીસાર માં જલ્દી ફાયદો થાય છે.
તજ અને સફેદ કાથા નું સરખે ભાગે ચૂર્ણ લઈને તેને મધ માં નાખીને સેવન કરવાથી અપચા ની સમસ્યા માંથી ત્વરિત ફાયદો થાય છે.
તજ ના ભૂકાને ગરમ પાણી સાથે પીવાથી મરડો મટે છે.
જો તમને ઉધરસ ની સમસ્યા છે તો અડધી ચામી તજ નો ભુક્કો અને એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી ખુબ જ ફાયદો થાય છે.
cinnamon benefits in Gujarati and home remedies
સાડા-ત્રણ ગ્રામ તજ, ૬૦૦મિલી. લવિંગ, ૨ ગ્રામ સુંઠ ને એક લીટર પાણીમાં ઉકળવા મુકો જયારે ૨૫૦મિલિ પાણી વધે ત્યારે ઉતારીને ગાળી લો, આ પાણીને દુવાસ માં ત્રણ વાર લેવાથી નાક સંબંધિત સમસ્યા માં ખુબજ જલ્દી રાહત મળે છે. આ પાણી માત્ર ૫૦ મિલી. જ સેવન કરવું.
કાન ની બહેરાશ માં તજ ના તેલ ના ૨-૨ ટીપાં કાન માં નાખવાથી કાન ની બહેરાશ દૂર થાય છે.
ગર્ભાશય, ફેફડા માં જો રક્તસ્ત્રાવ થઇ રહ્યો છે તો તજ નો ઉકાળો દિવસ માં ત્રણ વાર ૧૦ થી ૨૦ મિલી પીવો.
સંધીવા ના દર્દીઓએ ૧૦ થી ૨૦ ગ્રામ તજ ના ભુક્કા ને મધ સાથે મિલાવીને ઘુટણ પર લગાવવાથી અને ધીમે ધીમે તેની માલીશ કરવાથી ફાયદો થાય છે,
તજ ના નુકસાન
ગરમ તાસીર વાળી વ્યક્તિઓએ તજ નું સેવન ખુબજ સંભાળી ને કરવું.
તજ નું તેલ કે તેનો અર્ક બહુ જ ગરમ છે માટે આંખો માં લાગવા દેવું જોઈએ નહિ.
વધારે પ્રમાણ માં તજ નું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.
તજ ને સંબંધિત કેટલાક મુજાવતા પ્રશ્નો
અંગ્રેજી મા તજ ને cinnamon ના નામે ઓળખવામાં આવે છે
વધારે પડતા ઘરો માં તજ નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને ચાય માં નાખીને પણ સેવન કરી શકો છો.
તજ મેટાબોલીઝ્મ ને સારું કરે છે. જેનાથી વજન કન્ટ્રોલ માં રહે છે. જો તમે વધારે વજનથી પરેશાન છો તો તજ ના પાવડર નો ઉકાળો બનાવીને તેનો ઉપયોગ કરો.
શિયાળામાં થનારી બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ,ગળામાં ખરાશ વગેરે માં રાહત મળે છે.
Taj na fayda
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી તજ ના ફાયદા, તજ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા,cinnamon benefits in Gujarati પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
મધ અને તજ ના ઉપયોગ થી મટાડો અનેક રોગો ને | Madh ane Taj no Upyog
કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda
ફાલસા ના ફાયદા | ફાલસા નો શરબત બનાવવાની રીત | phalsa na fayda
પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Parwal na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે