નમસ્તે મિત્રો આજે આપણે તલ માવા રોલ બનાવવાની રીત – Tal mava roll banavani rit શીખીશું. do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube If you like the recipe શિયાળા માં તલ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને તમે તલ ની અલગ અલગ ઘણી મીઠાઈ કે વઘાર માં નાખી ને ખાધા હસે પણ આજ આપણે એક નવી જ મીઠાઈ બનાવવાની સરળ રીત શીખીશું તો ચાલો જાણીએ તલ માવા રોલ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
તલ માવા રોલ બનાવવા જરૂરી સામગ્રી
- સફેદ તલ 1 કપ
- કાજુ ની કતરણ 4-5 ચમચી
- પિસ્તા ની કતરણ 3-4 ચમચી
- મોરો 150 ગ્રામ
- ખાંડ 100 ગ્રામ
- ઘી 2-3 ચમચી
- દૂધ 2 ચમચી
તલ માવા રોલ બનાવવાની રીત
તલ માવા રોલ બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં નાખી ઠંડા કરી લ્યો ને બે ત્રણ ચમચી તલ અલગ વાટકામાં કાઢી બાકી ના તલ ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી ને એક બાજુ મૂકો
હવે એજ કડાઈ માં મોરો માવો છીણી ને અને ખાંડ નાખી ધીમા તાપે હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો ને એમાં અધ કચરા પીસી રાખેલ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જ્યાં સુંધી મિશ્રણ બરોબર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થાય ને કડાઈ મુકવા લાગે અથવા મિશ્રણ હાથ પર ચીપકી નહિ ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ એમાં ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ને મિશ્રણ ને હલાવી ને ઠંડુ કરી લ્યો ને મિશ્રણ ને અડી સકાય એટલું ઠંડુ કરી લ્યો અને એના એક બે ભાગ કરી લ્યો
ત્યાર બાદ પાટલા વેલણ પર ઘી લગાવી લ્યો ને ત્યાર બાદ એક ભાગ નો લુવો બનાવી એને હલકા હાથે વણી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ પર શેકી રાખેલ તલ છાંટી એના પર રોલ મૂકી ઉપર શેકી રાખેલ કાજુ ને પિસ્તા ની કતરણ છાંટી દયો
હવે એક બાજુ થી હલકા હાથે દબાવી ને બરોબર ગોળ વારતા જાઓ ને રોલ બનાવી લ્યો તૈયાર રોલ ને પ્લાસ્ટિક માં કે સિલ્વર ફૉઇલ માં પેક કરી એક થી બે કલાક ફ્રીઝ માં મૂકો ત્યાર બાદ એના ચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો તો તૈયાર છે તલ માવા રોલ
Tal mava roll banavani rit | Tal mava roll recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit
લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | Lila chana ni chat banavani rit
કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati
ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit
ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે