Tal suka nariyal ane singdana na ladoo banavani rit

Tal suka nariyal ane singdana na ladoo - તલ સૂકા નારિયળ અને સીંગદાણા લાડુ
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે Tal suka nariyal ane singdana na ladoo – તલ સૂકા નારિયળ અને સીંગદાણા લાડુ બનાવવાની રીત શીખીશું. શિયાળા માં તલ, સીંગદાણા અને નારિયળ ખાવા ના ઘણા ફાયદા આપણે વાંચ્યા અને સાંભળ્યા છે તો આ શિયાળા માં એ ત્રણે નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ સાથે હેલ્થી લાડુ બનાવી તૈયાર કરીશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે.

Ingredients list

  • સફેદ તલ 1 કપ
  • સીંગદાણા ½ કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • સૂકા નારિયળ નું છીણ ¾ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • ઘી 2-3 ચમચી

Tal suka nariyal ane singdana na ladoo | તલ સૂકા નારિયળ અને સીંગદાણા લાડુ

તલ સૂકા નારિયળ અને સીંગદાણા લાડુ બનાવવા સૌથી પહેલા સફેદ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં નાખી ધીમા તાપે હલાવતા રહો અને તલ ને તતડે ત્યાં સુંધી અથવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો.

હવે સીંગદાણા ને સાફ કરી ગરમ કડાઈમાં નાખી સીંગદાણા ને પણ બરોબર શેકી લ્યો અને શેકેલ સીંગદાણા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે મસળી ને ફોતરા અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ માં સૂકા નારિયળ નું છીણ નાખો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.

Advertisement

હવે મિક્સર જાર માં શેકેલ સીંગદાણા અને સફેદ તલ નાખી પ્લસ મોડ માં દરદરા પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ નારિયેળનું છીણ, એલચી પાઉડર નાખી ફરી એક બે વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી એક બે વખત ફેરવી મિક્સ કરી લ્યો.

પીસેલા મિશ્રણ ને એક કથરોટ માં કાઢી લ્યો અને એમાં બે ચમચી ઘી નાખી હાથ થી મિક્સ કરી લાડુ બનાવો જો લાડુ બની જાય તો લાડુ તૈયાર કરી લ્યો અને જો ઘી નાખવા ની જરૂર લાગે તો ઘી નાખી મિક્સ કરી લાડુ બનાવી લ્યો. આમ બધા લાડુ તૈયાર કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે તલ,સૂકા નારિયળ અને સીંગદાણા લાડુ.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement