Talfadi Ice cream banavani rit | તાડફડી આઈસ્ક્રીમ બનાવવાની રીત

Talfadi Ice cream - તાડફડી આઈસ્ક્રીમ
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

ગરમી ની શરૂઆત થઈ ગઇ છે અને ઠંડું ઠંડું ખાવાનું મન નાના થી લઈ અને મોટા સુધી બધા મન થતું જ હોય છે. અને ઈ પણ જો ઘરનું કંઈક મળી જાય તો મજા જ પડી જાય છે. નારિયળ તો બધાં એ ખાધું જ હસે પરંતુ નારિયળ જેવું જ એક ફ્રૂટ આવે છે જેને તાડફડી કેવાય છે જેમાં કેટલા બધા ગુણો રહેલા હોય છે . તાડફડી એ ગરમી ની સીઝન માં મળતું એક લીચી જેવું ફ્રૂટ છે ખાસ કરીને જે લોકોના શરીર માં પાણી ની કમી હોય તેવા લોકો માટે આ ફ્રૂટ બઉ જ ફાયદાકારક છે લિવર ની પ્રોબ્લેમ કે પેટ માં દુખાવો હોય તેમાં પણ તરત જ રાહત મળે છે . તો ચાલો આજે આપડે Talfadi Ice cream – હેલ્થી તાડફડી ની આઈસ્ક્રીમ બનાવતા શીખીએ .

Ingredients

  • કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ
  • વેનીલા એસેન્સ 2-3 ટીપા
  • વ્હિપ્પીડ ક્રીમ 200 ગ્રામ
  • તાડફડી ના ટુકડા
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ

Talfadi Ice cream banavani rit

તાડફડી ની આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં આપડે વ્હિપ્પીડ ક્રીમ નાખીશું અને તેને વ્હિપ્પીડ ક્રીમ ના મશીન વડે તેને 8- 10 મિનિટ સુધી વ્હિપીડ કરીશું અને વ્હિપ્પીડ કર્યા બાદ ક્રીમ થોડી ફુલાઈ જશે બસ આપડે આજ ફર્મ માં ક્રીમ જોઈએ છે. જો તમે અમૂલ ની ફ્રેશ ક્રીમ લેતા હોવ તો અડધો કલાક જેવું ફ્રીઝર માં રાખી દેવું અડધા કલાક પછી જ્યારે ફ્રીઝર માંથી બાઉલ કાઢશું તો તેમાં પાણી અને ક્રીમ અલગ થઈ જશે તેમાંથી પાણી કાઢી નાખશું અને ક્રીમ ને ઉપયોગ માં લેશું .

ત્યાર બાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ , વેનીલા એસેન્સ 2-3 ટીપાં નાખશું બધું વસ્તુ ને ફરીથી મશીન વડે 1 મિનિટ જેવું વ્હિપીડ કરીશું . ઇયા તમે તમારી પસંદ મુજબ નો કોઈ પણ ટેસ્ટ ઉમેરી શકો છો અથવા તો કોઈ પણ ફ્રૂટ જેમ કે હવે કેરી ની સિઝન ચાલુ થઈ ગઈ છે તો કેરી નાખી સકો કે પછી કાળી દ્રાક્ષ પણ નાખી સકો જે ફ્લેવર્સ તમને ગમે ઈ તમે એડ કરી શકો છો .

Advertisement

હવે તૈયાર કરેલા આઈસ્ક્રીમ વાળા બાઉલ પર એક પ્લાસ્ટિક ની થેલી વડે એક દમ ટાઈટ પેક કરી ને ફ્રીઝર ની અંદર એક રાત માટે મૂકી દેશું . ત્યાર બાદ જો તમને આખી તાડફડી ઘરે તોડતા ના ફાવે તો તમે તેને બજાર માં મળતી તાડફડી ને કપાવી નેજ ઘરે લાવી શકો છો . હવે તેનો જે લીચી જેવો ટ્રાન્સપેરન્ટ ભાગ છે તેને બરાબર સાફ કરી અને તેના આપડે નાના નાના કટકા કરી લેશું . અને એક નાના બાઉલ માં કાઢી અને તેમાં ખાંડ નો ભૂકો 1-2 ચમચી જેવો નાખી અને બરાબર મિક્સ કરી લેશું જેનાથી એની મીઠાસ હજી પણ વધી જશે .

ત્યાર બાદ હવે રાત આખી ફ્રીઝર માં રાખેલી આઈસ્ક્રીમ ના બાઉલ ને  કાઢી અને એક ગ્લાસ માં આઈસ્ક્રીમ ના સ્કુપ નાખશું અને ત્યાર બાદ જે તાડફડી અને ખાંડ નો ભૂકો કર્યો હતો તે પણ ગ્લાસ માં નાખી અને છેલે તેના પર પિસ્તા ની કતરણ આઈસ્ક્રીમ પર નાખી અને સર્વ કરીશું તો તૈયાર છે આપડી મસ્ત ઠંડી ઠંડી તાડફડી ની આઈસ્ક્રીમ.

નીચે પણ આવીજ બીજી ટેસ્ટી વાનગી આપી છે તે પણ જુઓ

 

 

Advertisement