ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત | Tameta khajur ni chutney banavani rit

ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત - Tameta khajur ni chutney banavani rit
Image credit – Youtube/Madhavi's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત – Tameta khajur ni chutney banavani rit શીખીશું. ચટણી તો આપણે ઘણા પ્રકારની બનાવી હોય છે, do subscribe Madhavi’s Kitchen YouTube channel on YouTube If you like the recipe ,  પણ આજ ની ચટણી એક વખત બનાવશો તો બીજી ચટણી ની જગ્યાએ આ જ ચટણી બધા બનાવવાનું કહેશે અને રોટલી, પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ ટમેટા ખજૂર ની ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ટમેટા ખજૂર ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ટમેટા 250 ગ્રામ
  • ખાંડ / ગોળ છીણેલો 100 ગ્રામ
  • ખજૂર ના બીજ કાઢી સુધારેલ 8-10
  • આમ પાપડ / આમચૂર પાઉડર 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • જીરું ⅛  ચમચી
  • રાઈ ⅛ ચમચી
  • કાચી વરિયાળી ⅛  ચમચી
  • મેથી દાણા ⅛  ચમચી
  • કલોનજી ⅛  ચમચી
  • સૂકા લાલ મરચા 2
  • મીઠું સ્વાદ મુજબ

ટમેટા ખજૂર ની ચટણી બનાવવાની રીત

Tameta khajur ni chutney – ટમેટા ખજૂર ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને દાડી વાળા બહગ પર ચાકુથી કાપા પાડી લ્યો હવે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે ટમેટા ને પાણીમાં નાખી ઢાંકી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને સાત મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા અલગ કાઢી લ્યો ને ટમેટા ના ફોતરા કાઢી લ્યો

હવે બાફેલા ટમેટા ને સુધારી લ્યો. ત્યાર બાદ ખજૂરના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથી દાણા, કાચી વરિયાળી, કલોંજિ નાખી તતડાવી લ્યો

Advertisement

ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ઢાંકી ને ચડાવી ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં ખાંડ / છીણેલો ગોળ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો

હવે એમાં સુધારેલ ખજૂર ના કટકા અને આમ પાપડ / આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડી કે ગરમ સર્વ કરો ટમેટા ખજૂર ની ચટણી

Tameta khajur ni chutney banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit

બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement