નમસ્તે મિત્રો આજે આપણે પંજાબી શાક માટેના ટમેટા ગ્રેવી બનાવવાની રીત શીખીશું, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , આ ટમેટા ગ્રેવી ને તમે એક વખત બનાવી મહિના સુંધી વાપરી શકો છો ને તમે આ ટમેટા ગ્રેવી કોઈ પણ ગુજરતી શાક, પંજાબી શાક કે કોઈ પણ ગ્રેવી વાળા શાક ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને આ ટમેટા ગ્રેવી તમે ચોખાઇ થી બનાવી ફરાળી વાનગી બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો જાણીએ ટમેટા ગ્રેવી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ટામેટા ની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી
- ટમેટા 1 કિલો
- મીઠું સ્વાદ મુજબ
ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy recipe in gujarati
ટમેટા ગ્રેવી બનાવવા સૌપ્રથમ સારા, તાજા ફ્રેશ ને મોટા મોટા ગર્ભ વાળા લાલ ટમેટા વાપરવા માટે લેવા ત્યાર બાદ ટમેટા ને પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી એના મોટા મોટા કટકા કરી લ્યો હવે તૈયાર કરેલ કટકા ને મિક્સર જાર માં નાખી ત્રણ ચાર વખત પીસી ને પ્યુરી કરી લ્યો
હવે પીસેલા ટમેટા ને ચારણીથી ચાળી લ્યો અને પીસેલા ટમેટા ને એક કડાઈ માં નાખો ને ગેસ ચાલુ કરી ટમેટા ને ચડાવ મૂકો ટમેટા થોડા ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ને ધીમો કરી ટમેટા ને ચડાવી લ્યો ( જો તમે ઈચ્છા હોય તો ડુંગળી ને લસણ ની કણી ટમેટા સાથે નાખી દર દરા પીસી લેવા )
થોડી થોડી વારે હલાવતા રહો ને ગ્રેવી બરોબર ચડી ને ઘટ્ટ થાય એટલે સુંધી ચડાવી લ્યો અને ગ્રેવી ચડવા આવે એટલે ગ્રેવી માંથી પાણી સુકાઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગ્રેવી ને ઠંડી થવા દયો
ગ્રેવી બિલકુલ ઠંડી થાય એટલે એને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રીઝ માં કે બહાર મૂકી દયો ફ્રીઝ માં મૂકશો તો ગ્રેવી લાંબો સમય રાખી શકો છો તો જ્યારે પણ ગ્રેવી વાળુ શાક બનાવવું હોય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરો
અથવા આઈસ ટ્રે માં તૈયાર ગ્રેવી નાખો ને ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ને જામી જાય એટલે દી મોલ્ડ કરી બરણી માં ભરી ફ્રીઝર માં મૂકી જ્યારે ને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કાઢી ને વાપરો તો તૈયાર છે ટમેટા ગ્રેવી.
Tameta ni greavy banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe
જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe
રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit
કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit
પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે