તાંદળજાની ભાજી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Tandalja ni bhaji na fayda

તાંદળજાની ભાજી ના ફાયદા - તાંદળજાની ભાજી ના ઘરેલું ઉપચાર - Tandalja ni bhaji na fayda - tandalja ni bhaji benefits in Gujarati
Advertisement

શરીર ને ઉપયોગી તત્વો તેમજ વિટામીન સી મેળળવા માટે આપણે શાકભાજી નુજ સેવન કરવું જોઈએ અને ખાસ કરીને લીલી શાકભાજી. લીલી શાકભાજીમાં મોખરાનું સ્થાન ધરાવતી તાંદળજા ની ભાજી એક શ્રેષ્ઠ ભાજી છે. તો આજે જણાવીશું તાંદળજાની ભાજી ના ફાયદા, તાંદળજાની ભાજી ના ઘરેલું ઉપચાર, tandalja ni bhaji na fayda,tandalja ni bhaji benefits in Gujarati.

તાંદળજાની ભાજી

તાંદળજા ની ભાજી ભારત માં સર્વત્ર થાય છે. ચોમાસામાં તે કુદરતી રીતે ઉગી નીકળે છે. ખેતર કે વાડીઓમાં તે બારેમાસ વવાય છે. તાંદળજાની લાલ અને લીલી એમ બે મુખ્ય જાતોહોય છે. લાલ તાંદળજા ના છોડના થડ રાતાશપડતા હોય છે તેના પાંદ ની નસ પણ લાલ જ હોય છે. તે માધ્યમ આકાર ના હોય છે. લીલા તાંદળજા ના છોડ ની સમગ્ર ભાજી અને પાંદ અને નસ લીલી હોય છે અને તેના પાન મોટા હોય છે. પાણી માં થતો તાંદળજા કાટા વાળો હોય છે તેને ઔષધી માં વધારે પડતો વાપરવા માં આવે છે.

તાંદળજાની ભાજી ના ફાયદા | Tandalja ni bhaji na fayda

બધા પ્રકાર ના તાંદળજા ઉનાળા અને ચોમાસા માં સારી રીતે થાય છે. આયુર્વેદમાં તાંદળજાની ભાજી નો ઉપયોગ પ્રાચીન કાળ થી થતો આવ્યો છે.

Advertisement

તાંદળજાની ભાજી ના ફાયદા – તાંદળજા માં વિટામીન એ, બી અને સી છે સાથે સાથે તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ મળી રહે છે.

તાંદળજા ની કુણી ડાળી અને પાંદડામાં પ્રોટીન, ખનીજ અને વિટામીન-એ અને વિટામીન-સી ભરપૂર માત્ર માં હોય છે.

Tandalja ni bhaji benefits in Gujarati વાંચ્યા પછી ઘરગથ્થું ઉપચારો જાણીએ.

તાંદળજાની ભાજી ના ઘરેલું ઉપચાર

તાંદળજા ના રસ માં કે તેના મૂળ ના રસમાં કાળા મરી નાખીને પીવડાવવાથી અને તેની ભાજી ખવડાવવાથી બધા પ્રકાર ના ઝેર દૂર ઉતરી જાય છે.

તાંદળજાના મૂળ ની પોટીસ બનાવીને વાળા પર બાંધવાથી વાળો મટી જાય છે.

તાંદળજા ના પાન ની પોટલી બનાવીને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને જલ્દી ફૂટી જાય છે.

સોજા પર તેનો લેપ બનાવીને લેપ કરવાથી લોહી છુટું પડીને સોજો મટે છે.

તાંદળજા નો રસ ઘી સાથે મિલાવીને આઠ દિવસ સુધી પીવાથી પારો કે બીજી ધાતુઓના સેવન થી તેની વિકૃત અસર થઇ હોય તો તે ધાતુ નો સ્ત્રાવ કરીને બહાર કાઢી, મટાડે છે.

કાંટાડા તાંદળજાના ક્ષાર નું સેવન કરવાથી પેશાબ સબંધી દરેક સમસ્યાઓ અને પથરી મટી જાય છે. પથરીનો દુખાવો જયારે ખુબ જ થતો હોય ત્યારે તેના ક્ષારને, તેના ચાર પાંચ તોલા રસ સાથે એક-એક કલાકે બે-ત્રણ વાર આપવાથી પથરી તૂટીને નીકળી જાય છે.

કાંટાડા તાંદળજાની ભાજી નું શાક ખાવાથી કરમિયા અથવા પેશાબ માં થતી બળતરા દૂર થાય છે. રક્તવિકાર અને પિત્તવિકાર માં તેનું શાક ખાવું પણ ફાયદેમંદ છે.

તાંદળજા નો રસ થોડીક સાકર સાથે મેળવીને પીવાથી હાથપગ ની બળતરા, પેશાબ ની બળતરા અને વારંવાર થતો ઉંવા મટી જાય છે.

તાંદળજાની ભાજી ખાવાથી કોઢ, વાતરક્ત, અને ચામડીના વિકારો મટે છે તેમજ તેનાથી ખોટી ગરમી દૂર થઇ પિત્તપ્રક્પો મટે છે.

તાંદળજા નો રસ મધ સાથે મેળવીને સવાર-સાંજ પીવાથી રક્તપિત અને નાકમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.

Tandalja ni bhaji home remedies in Gujarati

તાંદળજા નો રસ કાઢીને પીવાથી અથવા તેની ભાજી ખાવાથી ઉદરરોગ માં ફાયદો થાય છે. તેના રસ માં સાકર નાખીને પીવાથી ખાસ, લૂખાસ અને ગરમી મટે છે.

જે વ્યક્તિઓ કબજીયાત થી પીડાતા હોય અને મળ પેટમાં જામી ગયો હોય તો તેઓ જો તાંદળજા ની ભાજી નું શક નું સેવન કરે તો મળ નરમ થઈને છૂટો પડી જાય છે અને  કબજીયાત ની સમસ્યા દૂર થઇ જાય છે.

નાના બાળકોને જો કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો તાંદળજા નું ૧-૨ ચમચી પાણી બાળક ને આપવાથી તેની રોજ ની કબજિયાત મટી જાય છે.

તાંદળજા નું સારા એવા પ્રમાણ માં સેવન કરવાથી આંખોની ગરમી, આંખોની બળતરા, આંખોમાં પિયા વળવા, આંખો ચોટી જવી, વગેરે આંખોના દર્દ દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

તાંદળજા ની ભાજી ઠંડી, રુક્ષ, મળ તથા મૂત્ર ની પ્રવૃત્તિ કરાવનાર, રૂચી ઉત્ત્પન્ન કરનાર, કફ, વાત્ત ,પિત્ત તથા લોહીના વિકાર ને દૂર કનાર છે.

તાંદળજાના કુમળા પાન નું શાક શીતળ, દસ્ત સાફ લાવનારું, લોહી સુધારનારું અને એકદમ પથ્ય છે. ગરમીના જૂનામાં જુના રોગ પણ આ ભાજી નું સેવન કરવાથી મટી જાય છે. 

તાંદળજાની ભાજી ને પીસીને દાંત પર ઘસવાથી ફાયદો થાય છે સાથે સાથે તેનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી મોઢાના છાલા દૂર થાય છે અને દાંત ના દુખાવામાં રાહત થાય છે.

ઉધરસ માં પણ તાંદળજા ની ભાજી અસરકારક છે તેનો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસ માં રાહત થાય છે

લ્યુકોરિયા માં લાલ તાંદળજા અ મુળિયા ને પેસ્ટ બનાવી તેમાં મધ નાખીને સેવન કરવાથી લ્યુકોરિયા માં ફાયદો થાય છે.

વાચકોને તાંદળજાની ભાજી વિશે મુંઝવતા પ્રશ્નો

તાંદળજાની ભાજી english name | તાંદળજા ની ભાજી ને અંગ્રેજી માં શું કહેવાય?

તાંદળજા ની ભાજીને અંગ્રેજીમાં ‘AMARANTHUS LEAVES’, ‘THOTAKURA GREEN LEAVES’  ના નામ થી ઓળખવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

રાગી ના ફાયદા અને ઘરેલું ઉપચાર |રાગી નો ઉપયોગ બાળકો માટે | રાગી ની વાનગી | Ragi na fayda | Ragi benefits in Gujarati

ચકોતરું ના ફાયદા અને નુકશાન | ચકોતરા નો ઉપયોગ વિવિધ સમસ્યાઓ મા | Chakotra na fayda | pomelo benefits in Gujarati

દાંત ના દુખાવા નો ઈલાજ | દાંતની સફાઈ કરવાની રીત | દંતમંજન બનાવવાની રીત | દાતણ વિશે માહિતી | dant na dukhava no ilaj

શરદી ની દવા | કફ ની દવા | કફ દૂર કરવાના ઉપાયો | sardi ni dava | kaf ni dava

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement