નમસ્તે મિત્રો આજે આપણે તરબૂચ ની છાલ ની ચટણી બનાવવાની રીત – Tarbuch ni chal ni chutney banavani rit શીખીશું. આપણે તરબૂચ તો ખૂબ જ મજા લઇ લઈ ને ખાઈએ છીએ પણ એની ચાલ ને ફગાવી દેતા હોઈએ છીએ, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe , પણ હવે આપણે છાલ ને ફેકશું નહિ પણ એમાંથી ટેસ્ટી ચટપટ્ટી ચટણી બનાવી ને તૈયાર કરીશું જે તમે રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ તરબૂચ ની છાલ માંથી ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
તરબૂચ ની છાલ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3 ચમચી
- સૂકા લાલ મરચા 1
- રાઈ 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ કટકા 2 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- તરબૂચ ની છાલ ના કટકા. 2-3 કપ
- મીઠું સ્વાદ મુજબ
- સંચળ ½ ચમચી
- વિનેગર 3 ચમચી
- ખાંડ ½ કપ
તરબૂચ ની છાલ ની ચટણી બનાવવાની રીત
તરબૂચ ની છાલ માંથી ચટણી બનાવવા સૌપ્રથમ તરબૂચ ની છાલ પર રહેલ લીલા રંગ ની છાલ ને છોલી ને કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લેવા.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા ને તોડી ને નાખો ત્યાર બાદ એમાં રાઈ ને તતડાવી લ્યો રાઈ તતડી જાય એટલે વરિયાળી અને જીરું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ આદુ કટકા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ને ગેસ બંધ કરી નાખો.
હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પીસેલા તરબૂચ ને નાખી ગેસ ચાલુ કરી ને શેકી લ્યો તરબૂચ નું પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો,
ત્યાર બાદ એમાં સંચળ અને મીઠું નાખી મિક્સ કરો ચટણી કડાઈ થી અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.
હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ નું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો ઠંડી કરી લ્યો ને બરણી માં ભરી લ્યો ને મજા લ્યો તરબૂચ ની છાલ માંથી ચટણી.
Tarbuch ni chal ni chutney banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit recipe
પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત | Nariyal na dudh mathi pudding banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે