નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chahat Anand YouTube channel on YouTube આજે આપણે તળીને મોદક બનાવવાની રીત – tari ne modak banavani rit શીખીશું. આ મોદક મહારાષ્ટ્ર માં ગણેશ ચતુર્થી પર બનાવવામાં આવતા હોય છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ Fried Modak banavani rit Recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મોદકનું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદા નો લોટ ½ કપ
- ચપટી મીઠું
- ઘી 3-4 ચમચી
- દૂધ / પાણી જરૂર મુજબ
મોદક નું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- છીણેલો ગોળ 1 કપ
- છીણેલું નારિયેળ 1 કપ
- બદામ ની કતરણ 3-4 ચમચી
- કાજુની કતરણ 3-4 ચમચી
- ઘી 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ કપ
તળીને મોદક બનાવવાની રીત | Fried Modak Recipe in gujarati
મોદકનું ઉપર નું પડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં ચપટી મીઠું અને બે ત્રણ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ કરી ને દૂધ / પાણી નાખી નોર્મલ લોટ બાંધી લ્યો ને લોટ ને બરોબર મસળી લ્યો
ત્યાર બાદ એમાં એક ચમચી ઘી નાખી ફરી લોટ મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
મોદક નું પૂરણ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો એમાં નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ગોળ ઓગળે ત્યાં સુંધી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો
તરેલ મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit
બાંધેલા લોટ ને ફરી મસળી એમાંથી નાની પ્યુરી બનાવી લ્યો એમાં વચ્ચે તૈયાર પૂરણ મૂકી પોટલી બનાવીએ એમ વારતા જઈ મોદક નો આકાર આપી તૈયાર કરી શકો છો
અથવા મોદક મોલ્ડ માં બનાવવા મોલ્ડ ને ઘી લાગવી ગ્રીસ કરી લ્યો એમાં બાંધેલા લોટ નો નાની ગોળી લઈ એને મોલ્ડમાં વચ્ચે જગ્યા મૂકી આજુ બાજુ બરોબર આંગળી થી ફેલાવી લ્યો અને વચ્ચે તૈયાર પૂરણ ભરી લ્યો ને ઉપર ફરી લોટ થી બરોબર બંધ કરી લ્યો ને મોલ્ડ ખોલી મોદક બહાર કાઢી લ્યો
આમ હાથ થી કે મોલ્ડ થી બધા મોદક તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર મોદક નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધા મોદક ને તરી લ્યો અને ઠંડા કરી ગણપતિ ને પ્રસાદ કરી તમે પણ પ્રસાદ લ્યો તો તૈયાર છે તરેલ મોદક.
Tari ne modak banavani rit | Fried Modak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chahat Anand ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati
ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya banavani rit recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે