![Tava par rumali roti Tava par rumali roti - તવા પર રૂમાલી રોટી](https://www.naradmooni.com/wp-content/uploads/2025/02/Tava-par-rumali-roti-696x392.jpg)
આપણે હોટલ રેસ્ટોરન્ટ કે પછી લગ્ન પ્રસંગ માં મળતી રૂમાલી રોટી ખૂબ પસંદ કરતા હોઈએ છીએ પણ ઘરે નથી બનાવતા પણ આજ આપણે ઘરે મેંદા ના ઉપયોગ વગર ખૂબ જ સોફ્ટ અને સફેદ બની ને તૈયાર થશે. આને આજ આપણે રૂમાલી રોટી ને ઘરે તવી પર બનાવી તૈયાર કરીશું. જે ખૂબ જ સોફ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Tava par rumali roti – તવા પર રૂમાલી રોટી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 2 કપ
- પીસેલી ખાંડ 1 ચમચી
- નવશેકું દૂધ જરૂર મુજબ
- ઘી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- મેંદા નો લોટ જરૂર મુજબ
Tava par rumali roti banavani rit
તવા પર રૂમાલી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી નવશેકું દૂધ નાખતા જય રોટલી ના લોટ જેવો નોર્મલ લોટ બાંધી લેશું. બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી લોટ ને બરોબર મસળી લેશું. લોટ બરોબર મસળી લીધા બાદ લોટ ને ભીના કપડા થી ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દેવો.
વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લઈ એમાં થી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ એને કોરા મેંદા ના લોટ માં બોળી પૂરી જેટલી વણી લ્યો. ત્યાર બાદ બીજા લુવા ને પણ મેંદા ના લોટ સાથે પૂરી જેટલો વણી લ્યો. ( રોટલી ની સાઇઝ તમારા પાસે જે સાઇઝ ની તવી હોય એ સાઇઝ ની કરવી )
હવે બને પૂરી પર એક સાઈડ બરોબર ઘી લગાવી દયો એના પર મેંદા નો લોટ છાંટી દયો અને ઘી લગાવેલ બને સાઈડ ભેગી કરી એક પૂરી બનાવી લ્યો. તમે (સિંગલ સિંગલ લુવા ને પણ સાવ પાતળી રોટલી બનાવી શેકી શકો છો)
હવે મેંદા ના લોટ થી જેટલી પાતળી રોટલી બનાવી હોય એટલી પાતળી રોટલી બનાવી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય એટલે એના પર મીઠા વાળું પાણી ( અથવા તવી પર તેલ લગાવી દેવું ) છાંટી દયો અને એના પર તૈયાર કરેલ રોટલી નાખી એક બાજુ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ઉથલાવી દયો.
આમ બને બાજુ બરોબર થોડી થોડી ચડાવી લીધા બાદ બને રોટલી ને લગ કરી લ્યો અને ત્યાર બાદ એક એક કરી બને ને ચડાવી લ્યો અને ઘી લગાવી ગરમ. ગરમ સર્વ કરો. તો તૈયાર છે રુમાલી રોટી.
નીચે પણ બીજી રેસીપી આપી છે તે પણ જુઓ
Mula na paand nu shaak | મૂળા ના પાંદ નું શાક
kacha kela nu shaak banavani rit | કાચા કેળાનું શાક બનાવવાની રીત
lasan bataka na gathiya recipe in gujarati | લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત
dalia na ladoo banavani rit | દાળિયા ના લાડવા બનાવવાની રીત
bataka na farali bhajiya banavani rit | બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત
churros banavani rit | ચુર્રોસ બનાવવાની રીત