નમસ્તે મિત્રો આજે આપણે ઠેકુઆ બનાવવાની રીત – Thekua banavani rit શીખીશું. આ એક બિહારી મીઠાઈ છે અને વધારે તહેવાર પર કે છઠ પૂજા પર બનાવવામાં આવે છે ને ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe તો ચાલો જાણીએ thekua recipe in gujarati – ઠેકુઆ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઠેકુઆ બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- બ્રાઉન ખાંડ / ગોળ ¾ કપ
- પાણી ½ કપ
- ઘી 4-5 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- નારિયળ નું છીણ 3-4 ચમચી
- કાચી વરિયાળી 2 ચમચી
- તરવા માટે તેલ
ઠેકુઆ બનાવવાની રીત | thekua recipe in gujarati
ઠેકુઆ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં બ્રાઉન ખાંડ / છીણેલો ગોળ લ્યો એમાં અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ કે ગોળ ને ઓગળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરણી થી ગાળી લ્યો અને ઠંડુ થવા દયો
હવે બીજા વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં કીસમીસ , કાચી વરિયાળી, નારિયળ નું છીણ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરો હવે એમાં પીગળેલા ઘી નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ જે ખાંડ / ગોળ વાળુ પાણી તૈયાર કરેલ છે એ થોડું થોડુ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો
હવે લોટ માંથી 12-15 લુવા એક સરખા લુવા બનાવી લ્યો અને એને એક એક લુવો લઈ બે હથેળી વચ્ચે ગોળ કરી થોડો દબાવી ને આકાર આપી ઉપર ચમચા વડે કે ચાકુ વડે આકાર આપી તૈયાર કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ હલકા હાથે ઉથલાવી ને બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ઠંડા થશે ત્યાં સુંધી એક બાજુ રહેવા દયો
જો તમારે બેક કરવા હોય તો બેકિંગ ટ્રે માં બટર પેપર કે ઘી લગાવી તૈયાર કરેલ ઠેકુઆ ને થોડા થોડા અંતરે મૂકી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ ચડાવો ત્યાર બાદ એને બહાર કાઢી બ્રશ થી દૂધ લગાવી ને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ બેક કરી લેવા કે કડાઈ માં ધીમા તાપે 30 મિનિટ બેક કરો ત્યાર બાદ દૂધ વાળો બ્રશ લગાવી બીજી પાંચ મિનિટ બેક કરી તૈયાર કરી શકો છો.
Thekua banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત | Bachela bhaat ane soji no nasto banavani rit
રોઝ ચોકલેટ બનાવવાની રીત | rose chocolate banavani rit | rose chocolate recipe in gujarati
મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda banavani rit
મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે