નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kataria’s Indian Kitchen YouTube channel on YouTube આજે આપણે તીખી સેવ બનાવવાની રીત – tikhi sev banavani rit શીખીશું. આ સેવ નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવતી હોય છે તો ચાલો tikhi sev recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
તીખી સેવ બનાવવા જરૂરી સામગ્રી | tikhi sev recipe ingredients
- બેસન 2 કપ
- ચોખા નો લોટ ½ કપ
- જીરું 2 ચમચી
- અજમો 2 ચમચી
- લસણ ની કણી 10-12 (ઓપ્શનલ છે )
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ તેલ 4-5 ચમચી
- હિંગ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
તીખી સેવ બનાવવાની રીત | tikhi sev recipe in gujarati
તીખી સેવ બનાવવા સૌ પ્રથમ એક મિક્સર જારમાં જીરું, અજમો અને લસણ નાખી એક બે વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરી એક વખત પીસી લ્યો ને પીસેલા મસાલા ને ગરણી વડે ગાળી લ્યો અને એક બાજુ મૂકો
હવે એક વાસણમાં બેસન નો.લોટ ચાળી ને લ્યો સાથે ચોખાનો લોટ પણ ચાળી લ્યો (ચોખાના લોટ ની જગ્યાએ સાબુદાણા પીસી ને ચાળી ને પણ નાખી શકો છો) ત્યાર બાદ બને લોટ ને બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ તેલ નાખી ધ્યાન રાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગારેલ જીરું અજમા વાળુ પાણી નાખી લોટ બાંધો ને બીજું પાણી જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી ને બરોબર મસળી લ્યો ને તેલ લગાવી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખી દયો ( જો બાળકો ને ખાવા આપવી હોય તો મરચા નો પાઉડર ઓછો નાખવો)
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવા ના મશીનમાં સેવ ની જાળી મૂકી તેલ લગાવી ને તૈયાર કરો ને પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને સંચા માં સમાય એટલો લોટ ભરી ને બંધ કરી લ્યો
તેલ ગરમ થાય એટલે તેમાં સંચો હલાવી ને સેવ પાડો ને સેવ તરવા નાખો ને સેવ એક બાજુ અડધી મિનિટ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ અડધી મિનિટ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી તેલ માંથી કાઢી લ્યો ને
બીજી સેવ તરવા નાખો આમ બધા લોટની સેવ તરી ને તૈયાર કરી લ્યો ને તૈયાર સેવ ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે તીખી સેવ.
tikhi sev recipe video | tikhi sev banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kataria’s Indian Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati
ચાટ મસાલો બનાવવાની રીત | chat masala banavani rit | chaat masala recipe in gujarati
દહીં ભાત બનાવવાની રેસીપી | curd rice recipe in gujarati | dahi bhat banavani rit gujarati ma
કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે