તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત | tiranga sandwich banavani rit

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત - tiranga sandwich banavani rit - tiranga sandwich recipe in gujarati
Image credit – Youtube/Yum eats
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત – tiranga sandwich banavani rit શીખીશું, do subscribe Yum eats YouTube channel on YouTube If you like the recipe , સેન્ડવીચ તો તમે ઘણા પ્રકારની ખાધી હસે પણ આપણા દેશ ના તિરંગા ના કલર વાળી સેન્ડવીચ નહિ બનાવી હોય તો આજ આપણે શેક્યા વગર નાના મોટા બધા ને પસંદ આવતી સેન્ડવીચ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ tiranga sandwich recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તિરંગા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઇજ
  • મયોનીઝ 5-6 ચમચી
  • ટમેટા સોસ 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • લીલી ચટણી 4-5 ચમચી
  • છીણેલું ગાજર ¼ કપ
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½
  • પનીર છીણેલું  ¼ કપ
  • માખણ જરૂર મુજબ

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત | tiranga sandwich recipe in gujarati

તિરંગા સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ કેસરી રંગ બનાવવા એક વાટકા માં માયોનીઝ લ્યો એમાં ટમેટા સોસ, મરી પાઉડર અને છીણેલું ગાજર નાખી મિક્સ કરી લ્યો અને કેસરી રંગ તૈયાર કરી લ્યો

ત્યાર બાદ લીલો રંગ બનાવવા એક વાટકા માં કેપ્સીકમ અને લીલી ચટણી નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે અડધી ચમચી મયોનિઝ પણ નાખી શકો છો ) અને લીલો રંગ તૈયાર કરી લ્યો

Advertisement

હવે સફેદ રંગ કરવા ત્રીજા વાટકા માં છીણેલું પનીર અને મરી પાઉડર અને માયોનિઝ નાખી મિક્સ કરી લ્યો અને સફેદ રંગ તૈયાર કરી લ્યો

ત્યારબાદ હવે સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ બ્રેડ ની સ્લાઈજ ની કિનારી ચાકુથી કાઢી લ્યો અને દરેક બ્રેડ ની સલાઇજ માં માખણ લગાવી એક બાજુ મૂકતા જાઓ

હવે પ્લેટ માં એક માખણ લગાવેલ સલાઈજ બ્રેડ ની મૂકો એના પર કેપ્સીકમ ને ચટણી વાળુ મિશ્રણ એકસરખી માત્રા માં લગાવી એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ એના પર બીજી માખણ લગાવેલ સ્લાઈસ મૂકો એના પર પનીર વાળુ મિશ્રણ લગાવો અને એક સરખું ફેલાવી દયો

એના પર ત્રીજી માખણ લગાવેલ સ્લાઈસ મૂકો એના પર સોસ ગાજર વાળુ મિશ્રણ લગાવો ને એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ એના પર ચોથી માખણ લગાવેલ સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો (અહી તમે સ્ટફિંગ કરી લીધા બાદ પણ કિનારી કાઢી શકો છો  ત્યાર બાદ ત્રિકોણ કે ચોરસ કટકા કરી મજા લ્યો ત્રિરંગા સેન્ડવીચ

tiranga sandwich banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum eats ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie banavani rit| corn flour cookie recipe gujarati

કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement