ટામેટા ના ફાયદા અને નુકશાન | ટામેટા ના ઘરેલું ઉપચાર | Tameta na fayda

ટામેટા ના ફાયદા - ટામેટા વિશે માહિતી - ટામેટા ખાવાના ફાયદા - tomato benefits in Gujarati - tameta na fayda
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે માહિતી આપીશું ટામેટા ના ફાયદા , ટામેટા ના નુકશાન , ટામેટા ના ઉપાયો, ટામેટા વિશે માહિતી,ટામેટા ના ઘરેલું ઉપચાર, tameta na fayda, tameta na uses in Gujarati,tomato benefits in Gujarati.

Tameta na fayda

કહેવાય છે ને કે એક ટમેટું દારોજ ખાઓ અને ડોક્ટર ને તમારા થી દૂર રહેશે તેની પાચળ નું કારણ તેની અંદર રહેલ પોશાકતત્વો છે. ટામેટા મૂળ અમેરિકાના વતની છે. અત્યારે તો દુનિયભરમાં ટમેટા નો ઉપયોગ બહોળા પ્રમાણ માં થાય છે.

બટેકા અને શક્કરીયા પછી સમગ્ર વિશ્વમાં ઉત્પાદન ની દ્રષ્ટિએ ટમેટા નો નંબર આવે છે. ટમેટામાં ખોરાક માટેના પોષકતત્વો સારા પ્રમાણ માં હોવાથી એ લીલા શાકભાજીમાં તેમજ ફળ તરીકે સર્વ્શ્રેઠ ગણાય છે.

Advertisement

Tomato benefits in Gujarati

શાક ઉપરાંત ટમેટાનો ઉપયોગ કચુમ્બર, અથાણું, ચટણી, સૂપ અને સોસ બનાવવામાં થાય છે. સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષ, વગેરે ફળો કરતા તેમાં લોહી બનાવવાના ગુણ અનેક ગણા વધારે છે.

ટમેટા માં ઓક્ઝેલિક એસીડ અને સાઈટ્રીક એસીડ સારા પ્રમાણ માં હોય છે. તેમાં પોટેશિયમ,આયરન,ચૂનો, અને મેગેનીઝ પૂરતા પ્રમાણ માં છે.

ટમેટામાં ખનીજ ક્ષારો, લોહ, ફોસ્ફેટ, મેલિક એસીડ,(તાજગી આપે અને લોહી સુધારે એવા ખાટા પદાર્થો) પણ છે. પાકા ટમેટામાં વિટામીન-એ-બી-સી  ઘણા પ્રમાણ માં છે.

આવા અનેક પોષક તત્વો થી ભરપૂર ટમેટા ના આવા જ અલગ અલગ ઉપયોગો, અને ઘરગથ્થું ઈલાજ વિષે આજ ના આ લેખમાં જણાવશું.

ટામેટા ના ઘરેલું ઉપચાર

ગર્ભવતી સ્ત્રીઓમાં તેમજ પ્રસુતિ થયા બાદ શારીરિક માનસિક શક્તિ વધારવા માટે ટમેટા નો રસ ઉત્તમ છે સ્ત્રીઓના વિવિધ રોગો માટે પણ ટમેટા રામબાણ ઇલાઝ છે.

ટમેટા નો ખાટો રસ જઠર માટે ખુબ જ સારો અને પાચક ગણાય છે. ટમેટા માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે.

ટમેટ નો રસ હરસ, મસા અને કબજીયાત ને મટાડનાર છે. ગેસ મટાડનાર છે. લોહી તથા પિત્તની વૃદ્ધિ કરે છે. હૃદય ને સ્વસ્થ રાખે છે.

ટમેટાનું કચુમ્બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરુચિ મટે છે.

કાચા ટમેટા ને શાકની જેમ સમારીને થોડીવાર શેકીને મરી તથા સિંધા નમક નું ચૂર્ણ મેળવીને ખાવાથી અજીર્ણ મટે છે.

ટામેટા ના ઘરગથ્થું ઉપાય

ટમેટા ના રસ માં સાકર નાખીને પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે અને આ રસ માં લવિંગ નો ભુક્કો નાખીને પીવાથી તૃષા રોગ મટે છે.

ટમેટા ના રસમાં અર્જુન છાલ નાખીને પીવાથી હૃદય રોગ માં ફાયદો થાય છે.

પાકા ટમેટા એક એક કપ નો રસ દિવસમાં બે ત્રણ વાર પીવાથી થોડા જ દિવસ માં રક્તપિત્ત અને દાંત ના પેઢા શીથીલ થઇ તેમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

જો તમારું લોહી બગડી ગયું છે અથવા કોઈ વિકાર પેદા થઇ ગયો છે તો સવાર સાંજ પાકા ટમેટા નો રસ  અને ભોજન માં મીઠું ઓછું કરવાથી ચામડી પેર થનારા લાલ ચાંદા, ચળ, નાની નાની ફોડલીઓ મટી જાય છે અને લોહી શુધ્ધ થાય છે.

Tameta na fayda

તાજા પાકા ટમેટા લઇ પાણી થી ધોઈ સાફ કરી, ભોજન લેતા પહેલા છાલ સહીત ખાવાથી અને એ રીતે રાત્રે સુતા પહેલા ખાવાથી ધીમે ધીમે કાયમી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે.

ટમેટા ના રસ માં હિંગ નો વઘાર કરીને પીવાથી કૃમિ રોગ માં ફાયદો થાય છે.

પાકા ટમેટા નો રસ દરરોજ  પીવાથી આતરડામાં જામેલો સુકો મડ છૂટો પડે છે અને જૂની કબજીયાત દૂર થાય છે.

નાના બાળકોને દિવસ માં બે થી ત્રણ ટામેટા અચૂક ખવડાવવા જોઈએ તેન્નાથી બાળકો નીરોગી અને બળવાન થાય છે.

ટામેટા ના ફાયદા તે હાડકાને મજબૂત કરે છે

વિટામીન કે અને કેલ્શિયમ હોવાને લીધે ટમેટા નું સેવન કરવાથી આપણા હાડકા મજબૂત બને છે. દરરોજ દિવસ માં બે થી ત્રણ ટમેટા ખાવા હાડકા માટે ઉત્તમ છે.

નાના બાળકોને પણ ટમેટા ખાડાવવા જોઈએ જેથી નાનપણ થી જ તેમના હાડકા મજબૂત થાય.

ટામેટા ના ફાયદા તે ભૂખ વધારે છે

આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે નાના બાળકો ખાતા જ નથી અથવા તો તેમને ભૂખ જ લગતી નથી.

જો તમે પણ તમારા બાળકની આ સમસ્યા થી પરેશાન છો તો તેમણે ટમેટા ખવડાવો.

દિવસ માં ૩૦ થી ૪૦ મિલી ટમેટા નો રસ પીવ્દાવાથી ભૂખ ના લાગવી, વધારે પડતી તરસ લાગવી, અને કબજિયાત માં ફાયદો થાય છે.

ટામેટા ના ફાયદા તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

૧૦ થી ૨૦ મિલી ટમેટા ના રસમાં સાકર નાખીને પીવાથી શારીરિક અને માનસિક કમજોરી દૂર થાય છે.  ઊંઘ ના આવવાથી જે સમસ્યા થતી હોય તો એ પણ દૂર થઇ જાય છે,tomato benefits in Gujarati.

Tameta na fayda તે વજન ઘટાડવામાં ઉપયોગી છે

ટમેટા નો રસ વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. ટમેટા માં ડયુરેટીક નામનું તત્વ હોય છે જે શરીર ની વધારા ની ચરબીને શરીરમાંથી બહાર ફેકી દે છે. અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.

Tameta na fayda તે ડાયાબીટીશ માટે પણ ફાયદાકારક છે

ટમેટાનું જ્યુસ લાઈકોપીન, પોટેશિયમ, વિટામીન-સી, અને વિટામીન-ઈ નો મૂળભૂત સ્ત્રોત છે. આ જ કારણ થી તાઇપ૨ ડાયાબીટીસ માં ટમેટાનું સેવન કરવું ફાયદેમંદ છે,tomato benefits in Gujarati.

Tameta na fayda તે બ્લડપ્રેશર ઠીક કરવા મદદરૂપ થાય

ટમેટાના ગર્ભ માં લાઈકોપીન, બીટાકેરોટીન અને વિટામીન-ઈ જેવા ઘણા તત્વો હોય છે. જે એન્ટી ઓક્સીડેન્ટ ના રૂપ માં કામ કરે છે અને શરીર ને સાફ રાખે છે. આ બધા તત્વો બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખવામાં મદદ કરે છે.

ટમેટા ના નુકસાન

જેમ સિક્કા ની બે બાજુઓ હોય છે તેમ દરેક વસ્તુ ની બે બાજુઓ હોય છે.એક સારી અને એક ખરાબ. કોઈપણ વસ્તુના ફાયદાની સાથે તેના નુકસાન પણ ભેગા જ આવતા હોય છે. બસ આપણને પુરતી જાણકારી હોવી જોઈએ રોગ વિષે અને તેના ઉપાયો વિષે.

ટમેટા ગુણકારી હોવા છતાં પથરી, સોજા, સંધિવા, આમવાત અને અમ્લપિત્ત ના રોગીઓએ ટમેટાનું સેવન કરવું નહિ

જે વ્યક્તિને સિરસ, એલર્જી ની સમસ્યા છે તેઓએ પણ ટમેટા ખાવા નહી.

જેઓના શરીર માં ગરમીનું પ્રમાણ વધારે હોય, આતરડા કે ગર્ભાશયમાં ચાંદા પડી જતા હોય તેઓએ પણ ટમેટા ના સેવન થી દૂર રહેવું.

જેમણે ઝાડા થતા હોય તેમણે ટમેટા ખાવા નહિ, જે લોકોની પ્રકૃતિ ને ખટાશ માફક આવતી હોય નહિ તેઓએ પણ ટમેટા ખાવા જોઈએ નહિ.

ટામેટા ને લગતા કેટલા મુજવતા પ્રશ્નો

ટામેટા ને ચેહેરા પર કેવી રીતે લગાવી શકાય ?

હા, ટામેટા લગાવવાથી ચહેરા પર ના ડાઘ દુર કરી શકાય છે એના માટે ટામેટા ને બે ભાગ મા કાપીને ચહેરા પર ઘસો પછી તેને ૧૫ મિનીટ સુધી રહેવા દો અને સદા પાણી વડે ચહેરા ને ધોઈ નાખો , થોડા દિવસ મા ચહેરા પરના ડાઘા દુર થશે.

ટામેટા નો ઉપયોગ વાળ માટે કરી શકાય ?

ટમેટા નો જ્યુસ વાળમા લગાવવાથી વાળ નું ટેક્સચર વધે છે અને વાળ ચમકદાર બને છે ટામેટા ના રસ સાથે દહીં મિક્ષ કરી ને લગાવવાથી ખરતા વાળ ને રોકી શકાય છે.

ટમેટા ની તાસીર ઠંડી કે ગરમ ?

ટામેટા ખાવામા ખાટા હોય છે પણ તેની તાસીર ઠંડી હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

બીટ ખાવાના ફાયદા | બીટ નું જ્યુસ પીવાના ફાયદા | Bit na fayda

કાળા મરી ખાવાના 12 ફાયદા અને નુકસાન | Mari khava na Fayda

પગના ચીરા | પગના વાઢીયા ને દુર કરવાના સરળ ઘરેલું ઉપાય | Pag na vadhiya dur karvana upay

કેસુડા ના ફાયદા | કેસુડા નો અલગ અલગ ઉપયોગ કરી મેળવો ૧૫ સમસ્યા મા ફાયદો |kesuda na phool na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement