નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ટમેટો સૂપ એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મા જે તમારા ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તો ચલો જોઈએ, ટોમેટો સૂપ બનાવવાની રીત, tomato soup recipe in Gujarati.
Tomato soup recipe
ટમેટો સૂપ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.
- ૨-૩ ચમચી માખણ/ ઓલિવ ઓઇલ
- ૮-૧૦ ટામેટા
- ૧ ડુંગરી
- ૧ ગાજર
- પા કટકો બીટ
- ૭-૮ મરી
- ૨-૩ તજ
- ૧ -૨ તમાલપત્ર
- ૫-૭ કની લસણ
- નાનો ટુકડો આદુ
- પા ચમચી મરી નો ભૂકો
- ૧ ચમચી લાલ મરચા નો ભૂકો
- પા ચમચી જીરૂ ભૂકો
- ૧ ચમચી લીંબુ નો રસ
- ૨ -૩ ચમચી ટમેટો કેચઅપ
- સ્વાદ મુજબ મીઠું
- ૧ ચમચી કોર્ન સ્ટાર્ચ
- જરૂર મુજબ પાણી
- ૩-૪ બ્રેડ ની સ્લાઈસ
Tomato soup recipe in Gujarati
ટોમેટો સૂપ બનાવવાની રીત માટે સૌપ્રથમ એક કડાઈ માં માખણ/ઓલિવ ઓઇલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, મરી, તજ નો ટુકડો, લસણ ની કની,આદુ નાખી ૨ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં સુધારેલી ડુંગરી ,ગાજર,બીટ નાખી ને ૨-૪ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં લાલ મરચા નો ભૂકો નાખો તેના પછી તેમાં સુધારેલા ટામેટા નાખી સ્વાદ મુજબ મીઠું ,ખાંડ ને જીરું ભૂકો નાખી ૫-૭ મિનિટ સેકો ટમેટા બરોબર ગડી જાય એટલે એને મેસર વડે મેસ કરો ટમેટો મેસ થઈ જાય એટલે તેમાં ૧ લીટર ગરમ પાણી નાખી મિક્સ કરી ઉકાળો આવા દયો. સૂપ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી ચારણી થી છાણી લ્યો.
હવે છાનેલ ટમેટો સૂપ ને ફરી ગેસ પર ફૂલ તાપે ચડવો ને જો સૂપ ઘટ્ટ લાગે તો થોડું ગરમ પાણી નાખી સકો ત્યાર બાદ તેમાં મરી ભૂકો ટમેટો કેચઅપ ને લીંબુ નો રસ નાખી ૨-૩ મિનિટ ચડાવો સૂપ ઉકળે એટલે તેમાં કોર્ન સ્ટાચ નાખી બરોબર મિક્સ કરી સૂપ ઘટ્ટ થવા દયો.
સૂપ ને ગાર્નિશ કરવા ત્રણ ચાર સ્લાઈસ બ્રેડની નહી તેના નાના કટકા કરી એક કડાઈમાં માખણ અને તેલ ગરમ કરી તેમાં બ્રેડના કટકા ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો શેકેલા બ્રેડના કટકા પર ચપટી મીઠું મરીનો ભૂકો અને મરચાનો ભૂકો નાખી ક્રિસ્પી ગોલ્ડન શેકી એક્સાઈટ મૂકો
હવે તૈયાર થયેલ ટમેટો સૂપને બાઉલમાં કાઢી તેને ક્રીમ થી ગાર્નીશ કરી તેમાં સેકેલી બ્રેડ ના કટકા નાખી ગરમાગરમ પીરસો
ટોમેટો સૂપ રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વિડીયો: ઘરે બનાવો હેલ્ધી ક્રીમી પાલક સૂપ
વિડીયો: 80 વર્ષ ના દાદી પાસે સીખો સ્વાદિષ્ટ સુરતી ઊંધિયું બનાવતા ખુબજ સરળતા થી
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે