ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત | Tran prakar na milk shake banavani rit

બનાના શેક બનાવવાની રીત - banana milk shake banavani rit - કૉફી શેક બનાવવાની રીત - coffee milk shake banavani rit - મેંગો શેક બનાવવાની રીત - mango milk shake banavani rit - ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત - Tran prakar na milk shake banavani rit
Image credit – Youtube/Cooking With Shalini
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત – Tran prakar na milk shake banavani rit શીખીશું. આ મિલ્ક શેક ને તમે રેગ્યુલર અને વ્રત ઉપવાસમાં બનાવી ને પી શકો છો, do subscribe Cooking With Shalini YouTube channel on YouTube If you like the recipe , અને ભૂખ ને શાંત કરી શકો છો. આ મિલ્ક શેક ને તમે જો કોઈ ડાયટ કરતા હો ત્યારે પણ તમારા ડાયટીશન ને પૂછી ને પણ બનાવી પી શકો છો તો ચાલો જાણીએ ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બનાના શેક બનાવવા માટેની સામગ્રી

  • પાકા કેળા 1
  • ખાંડ 3-4 ચમચી
  • ગરમ કરી ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ 1 ગ્લાસ
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી

કૉફી શેક બનાવવા માટેની સામગ્રી

  • કૉફી ½ ચમચી
  • ખાંડ 4-5 ચમચી
  • ગરમ કરી ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ 1 ગ્લાસ

મેંગો શેક બનાવવાની રીત

  • આંબા ના કટકા ¼ કપ
  • ખાંડ 3-4 ચમચી
  • ગરમ કરી ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ 1 ગ્લાસ
  • આંબા ના કટકા 2-3 ચમચી

બનાના શેક બનાવવાની રીત | banana milk shake banavani rit

મિક્સર જાર માં એક કેળા ને છોલી ને સાફ કરી કટકા કરી જાર માં નાખી દયો સાથે તમારા ટેસ્ટ મુજબ ની ખાંડ અને પા ગ્લાસ ઠંડુ દૂધ નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બાકી ની ઠંડુ દૂધ નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પીસી લ્યો. તૈયાર શેક ને બરફ ના કટકા  ગ્લાસ માં નાખી તૈયાર શેક પણ ગ્લાસ માં નાખી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મજા લ્યો બનાના શેક.

કૉફી શેક બનાવવાની રીત | coffee milk shake banavani rit

મિક્સર જારમાં કૉફી નાખી પા ગ્લાસ ઠંડુ દૂધ અને ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બાકી નું દૂધ નાખી ને ફરીથી સ્મૂથ પીસી લ્યો ને ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં પીસેલા શેક નાખી ઉપર કૉફી છાંટી ને મજા લ્યો કૉફી શેક.

Advertisement

મેંગો શેક બનાવવાની રીત | mango milk shake banavani rit

મિક્સર જાર માં આંબા ને છોલી સાફ કરી કટકા કરી જાર માં નાખો સાથે ખાંડ અને પા ગ્લાસ ઠંડુ દૂધ નાખી જાર બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બાકી નું દૂધ નાખી ફરી પીસી સ્મુથ પીસી લ્યો. એક ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં પીસેલા શેક નાખી ઉપરથી આંબા ન કટકા નાખી મજા લ્યો મેંગો શેક.

Tran prakar na milk shake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Shalini ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

તરબૂચ સોરબેટ બનાવવાની રીત | તરબૂચ નો સ્લસ બનાવવાની રીત | Tarbuch no Slush banavani rit

પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત | Oats banana smoothie banavani rit

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement