આપણે સૌ જાણીએ છીએ કે ત્રિફળા ચૂર્ણ એ આયુર્વેદની અંદર એક ઉત્તમ ઔષધિ તરીકે માનવામાં આવે છે અને આ ત્રિફળાચુર્ણ આપણને અપચાની સમસ્યા, પેટ બગડવા ની સમસ્યા, તેમજ આપણું મેટાબોલિઝમ સારુ કરે છે અને વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે ચાલો જાણીએ ત્રિફળા બનાવવાની રીત – triphala churna banavani rit,ત્રિફળા ના ફાયદા – ત્રિફળા ચૂર્ણ ના ફાયદા – Trifla churn benefits, – Trifala churn for weight loss in Gujarati
Table of contents
- ત્રિફળા અને ત્રિફળા ચૂર્ણ શું છે
- ત્રિફળા બનાવવાની રીત | ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત | Triphala churna banavani rit
- ત્રિફળા ના ફાયદા | ત્રિફળા ચૂર્ણ ના ફાયદા | Trifla churn benefits
- આંખના રોગો માં ત્રિફળા ચૂર્ણ ના ફાયદા
- મોતિય બિંદ માં ત્રિફળા ના ફાયદા
- હાઈ બ્લડપ્રેશર મા ત્રિફળા
- કમળા ના રોગમાં ત્રિફળા નો ઉપયોગ
- ટાઈફોઈડ તાવ માં ત્રિફળા નો ઉપયોગ
- મેલેરિયા તાવ માં ફાયદેમંદ છે ત્રિફળા ચૂર્ણ
- કબજિયાત માં ત્રિફળા ચૂર્ણ
- પેટના દુખાવામાં ત્રિફળા ચૂર્ણ
- વજન વધારવા કરો ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ
- જાડાપણું દૂર કરવા | વજન ઘટાડવા ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ | Trifala churn for weight loss in Gujarati
- ત્રિફળા ચૂર્ણ ના અન્ય ઉપયોગો
- આ રીતે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું
- ત્રિફળા ચૂર્ણ ના નુકસાનો
- ત્રિફળા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
ત્રિફળા અને ત્રિફળા ચૂર્ણ શું છે
Trifla – ત્રિફળા સંસ્કૃત શબ્દો ને મિલાવીને બનાવવામાં આવેલો શબ્દ છે. જેમાં “ત્રી” એટલે ત્રણ(૩) અને “ફડા” એટેલે “ફળ”.
એટલે કે ત્રિફળા એ કોઈ ફળ નથી.પરંતુ ત્રણ વસ્તુઓ માંથી બનાવેલું મિશ્રણ છે. જેને ચૂર્ણ ના સ્વરૂપમાં વાપરવામાં આવે છે. આ ત્રણ વસ્તુઓને મિક્ષ કરીને જ ત્રિફળા ચૂર્ણ બને છે.
ત્રિફળા ચૂર્ણ આયુર્વેદ ની ત્રણ મહત્વ ની ઔષધી માંથી તૈયાર કરવામાં આવે છે.
- હરડે
- બહેડા
- આંબળા
હરડે
સંસ્કૃત માં તેને હરીતકી ના નામ થી ઓળખવામાં આવે છે. આ એક અખરોટ જેવું ફળ હોય છે. જે પાક્યા પછી ઉપયોગ માં લેવામાં આવે છે.
પેટ ના તમામ રોગો માટે હરડે નો ઉપયોગ કરવામાં આવે છે.
આંખોના દર્દ માટે હરડે વપરાય છે.
દાંત ના રોગો માટે તેનો ઉપયોગ થાય છે.
પાચન શક્તિ મજબૂત કરે છે.
લીવર ને મજબૂત બનાવે છે.
બહેડા
બહેડા માં દર્દ્નીવાર્ક ગુણ સામેલ છે.
ડાયેરિયા માં તેનો ઉપયોગ થાય છે.
એન્ટી બેકટેરીયલ ગુણ થી ભરપૂર છે.
હૈર ટોનિક ના સ્વરૂપ માં પણ વાપરવામાં આવે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું સેવન કરવમાં આવે છે.
આંબળા
સંસ્કૃત માં તેને અમૃત ફળ કહેવામાં આવે છે.આંબળા માં ભરપૂર માત્રા માં વિટામીન સી હોય છે. જે એક એન્ટી ઓક્સીડેન્ટ નું કામ કરે છે.
વિટામીન સી રહેલું હોવાથી તે એનીમિયા જેવા દર્દોમાં કામ લાગે છે.
શરીર ને ડીટોકસીફાઈ કરે છે.
શરીર ની તાસીર ને ઠંડી રાખવામાં મદદ કરે છે.
ઝાડા માં ફાયદેમંદ છે.
લીવર, હૃદય અને ફેફસાં માટે સારું માનવામાં આવે છે.
ત્વચા માટે પણ આંબળા ખુબ જ ફાયદેમંદ છે.
આ ત્રણે વસ્તુના જો આવા અનેક ફાયદા હોય તો તેના ચૂર્ણ ના તો અનેકાનેક ફાયદાઓ છે. તો ચાલો જાણીએ ત્રિફળા ચૂર્ણ ના અનેક બીમારીઓમાં થતા ફાયદા અને અમુક નુકસાન વિષે.
ત્રિફળા બનાવવાની રીત | ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત | Triphala churna banavani rit
ત્રિફળા બનાવવાની રીત મા આપણને નીચે મુજ્બની સામગ્રી જોઇશે
હરડે:- ૨૦ ગ્રામ
બહેડા:- ૪૦ ગ્રામ
આંબળા:- ૮૦ ગ્રામ
ત્રિફળા બનાવવા ઉપર મુજબ ની ત્રણે સામગ્રીઓ લઈને તેને એક દિવસ તડકે સુકવી લો, પછી તેને મીક્ષર માં પીસી ને સારી ગરણી ની મદદ છી ચાળી લો, ચાળ્યા બાદ ફરી તેને એક વાર મીક્ષરમાં પીસી લો અને ઠંડુ થઇ જાય એટલે બરણી માં ભરી લો, તૈયાર છે ત્રિફળા ચૂર્ણ.
ત્રિફળા ના ફાયદા | ત્રિફળા ચૂર્ણ ના ફાયદા | Trifla churn benefits
આંખના રોગો માં ત્રિફળા ચૂર્ણ ના ફાયદા
૫ થી ૧૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ ને ઘી અને સાકર નાખીને મિક્ષ કરીને ચાટવાથી આંખો નો દુખાવો, આંખ લાલ થઇ જવી, અથવા આંખ માં સોજા આવી જવા, વગેરે તમામ સમસ્યા દૂર થઇ જાય છે.
મોતિય બિંદ માં ત્રિફળા ના ફાયદા
ત્રિફળા ચૂર્ણ અને યષ્ટિમૂળ નું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ મધ અથવા ઘી સાથે દિવસ માં બે વાર લેવાથી મોતિય બિંદ માં રાહત થાય છે.
હાઈ બ્લડપ્રેશર મા ત્રિફળા
એક ચમચી ત્રિફળા ચૂર્ણ ને ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી હાઈ બ્લડ પ્રેશર માં ખુબ જ ફાયદો થાય છે.
૧૦ ગ્રામ જેટલા ત્રિફળા ચૂર્ણ ને રાત્રે પાણી માં પલાળી લો, સવારે આ મિશ્રણ ને ગાળીને તેમાં થોડીક સાકર મિલાવીને પી જવાથી પણ ફાયદો થાય છે.
કમળા ના રોગમાં ત્રિફળા નો ઉપયોગ
૪૦ મીલીલીત્ર ત્રિફળા ના ઉકાળામાં ૫ ગ્રામ મધ મિલાવીને સેવન કરવાથી ફાયદો થાય છે.
૧/૪ જેટલું ત્રિફળા નો રસ અને તેના જેટલો જ શેરડી નો રસ મિક્ષ કરીને દિવસમાં ૩ વાર પીવાથી કમળા માં ફાયદો થાય છે.
અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ, અડધી ચમચી ગળા વેલ નો રસ, અને અડધી ચમચી લીંબડા નો રસ મિક્ષ કરી લો, હવે તેમાં મધ નાખીને ચાટવાથી ખુબ જ જલ્દી રાહત મળે છે. આ પ્રયોગ લગભગ ૧૨-૧૫ દિવસ સુધી કરવો.
ટાઈફોઈડ તાવ માં ત્રિફળા નો ઉપયોગ
ત્રિફળા ચૂર્ણ નો બનાવેલો ૧૦-૨૦ મીલીલીટર ઉકાળો ટાઈફોઈડ તાવ માં પીવાથી તુરંત લાભ થાય છે.
ગળા વેલ ના રસ સાથે ત્રિફળા ચૂર્ણ લેવાથી પણ ફાયદો થાય છે.
મેલેરિયા તાવ માં ફાયદેમંદ છે ત્રિફળા ચૂર્ણ
મેલેરિયા તાવ માં ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે.ત્રિફળા ચૂર્ણ અને પીપ્દ્મુદ નું ચૂર્ણ બન્ને ને સરખે ભાગે લઈને મિક્ષ કરીને તેમાં મધ નાખીને ચાટવાથી મેલેરિયા તાવ માં ઝડપ થી રાહત મળે છે.
કબજિયાત માં ત્રિફળા ચૂર્ણ
કબજીયાત દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણ ને અકસીર દવા માનવામાં આવે છે. વર્ષો થી કબજિયાત ની ઘરેલું દવા તરીકે ત્રિફળા નો ઉપયોગ થતો આવ્યો છે.ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
રાત્રે સુતા પહેલા ત્રિફળા ચૂર્ણ માં થોડું મધ મિક્ષ કરીને ચાટી જવું, પછી ઉપર થી ગરમ દૂધ પીવું. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી જૂની કબજીયાત દૂર થાય છે.
પેટના દુખાવામાં ત્રિફળા ચૂર્ણ
જો તમને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય અથવા પેટ માં ચૂંક આવવાની શિકાયત રહેતી હોય તો ત્રિફળા નું ચૂર્ણ નું સેવન અવશ્ય કરવું જોઈએ, ૩ ગ્રામ ત્રિફળા ચૂર્ણ માં ૩ ગ્રામ સાકર મિલાવીને ગરમ પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં તરત જ રાહત થાય છે.
પેટ માં ગેસ ની સમસ્યા વારંવાર થઇ જતી હોય તો ત્રિફળા અને રાઈ ને સરખા પ્રમાણ માં લઇ ને પીસી લો, હવે આમાંથી થોડીક માત્રામાં આ મિશ્રણ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
વજન વધારવા કરો ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ
૧ ચમચી ત્રિફળા ચૂર્ણ ને લગભગ ૨૦૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળી લો, સવારે આ પાણી ને ઉકાળવા મુકો પાણી અડધું રહે એટલે ગાળી લો પછી તેમાં ૨ ચમચી મધ નાખીને નવસેકું પાણી પીવું, આમ આ પાણી અમુક દિવસ લગાતાર પીવાથી વજન વધવા લાગે છે.
જાડાપણું દૂર કરવા | વજન ઘટાડવા ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ | Trifala churn for weight loss in Gujarati
વધતા વજન થી જ દરેક વ્યક્તિ પરેશાન છે, વધતા વજન ને અટકાવવા માટે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરી શકાય છે. ૧૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ ને મધ સાથે દિવસ માં બે વખત ચાટવાથી લાભ થાય છે.
૧ ગ્લાસ પાણીમાં ૨ ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્ષ કરીને તેમાં અવ્શ્ક્યતા અનુસાર સાકર મિલાવીને તેનું સેવન કરવાથી લાભ થાય છે. આ પાણી નું સેવન દરરોજ કરવું.
ત્રિફળા ચૂર્ણ અને ગળા વેલ નું ચૂર્ણ ૧-૧ ગ્રામ મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.
ગળા વેલ નું ચૂર્ણ અને ત્રિફળા ચૂર્ણ નો ઉકાળો બનાવીને પીવાથી પણ વજન ઘટાડી શકાય છે,Trifala churn for weight loss in Gujarati.
વજન ઓછું કરવામાં કઈ રીતે ફાયદાકારક છે
ઘણા સમયથી થયેલા આ પ્રયોગને આધારે એવું જાણવા મળ્યું છે કે Trifala churn એ વજન ઓછું કરવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી કરે છે અને તેનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે તો વજન અને સ્થૂળતા ખૂબ જ જલ્દી ઓછી થાય છે અને આના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી
ત્રિફળા ચૂર્ણ ના અન્ય ઉપયોગો
બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવામાં ત્રિફળા ચૂર્ણ નો સેવન કરવું લાભકારી માનવામાં આવ્યું છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ત્રિફળા નો ઉપયોગ કરવમાં આવે છે.
વાયરલ ઇન્ફેકશન અને બેકટેરીયલ સંક્રમણ ને રોકવા માટે તમે ત્રિફળા ચુર નું સેવન કરી શકો છો. કારણ કે ત્રિફળા ચૂર્ણ માં એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણો રહેલા છે જે શરીર ને જીવાણુઓ થી રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. ડાયાબીટીશ માં ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી લાભ થાય છે. તેના નિયમિત સેવન થી શરીરમાં ગ્લુકોઝ લેવલ ઓછું કરી શકાય છે.
ત્રિફળા માં એન્ટી ડાયાબીટીક અને હાઈપોગ્લીસેમિક હોય છે જે ટાઈપ ૨ ડાયાબીટીસ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.
ત્રિફળા ચૂર્ણમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરવાનો ગુણ પણ સામેલ છે.
બ્લડ સેર્ક્યુલેશન સારું રહેવાથી શરીરના દરેક હિસ્સા માં લોહી અને ઓક્સીજન સરખી માત્ર માં મળી રહે છે.
શરીર ને સમયાન્તરે ડીટોકસીફાઈ કરવું જરૂરી છે. જે ત્રિફળા ચૂર્ણ ના સેવન થી કરી શકાય છે. ત્રિફળા ચૂર્ણ શરીર માં જમા થયેલા જાહેરીલા તત્વો બહાર નીકળવામાં મદદ કરે છે. ઘણી વાર ખરાબ ભોજન ને કારણે થતા નુકસાન ની અસર ને દૂર કરવા ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવામાં આવે છે.
ઉમર વધવાની સાથે સાથે હાડકા કમજોર થતા જાય છે. આમ ના થાય તેના માટે ત્રિફળા ચૂર્ણ નું નિયમિત દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે.
ત્વચા સબંધિત કોઈપણ સમસ્યા ના નિવારણ માટે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવામાં આવે છે. ત્રિફળા ચૂર્ણ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલો છે જે ત્વચા ને ખુબ જ લાભ પહોચાડે છે.
આ રીતે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું
એક ચમચી ત્રિફળા પાવડર લઈને ૨૦૦ml પાણીની અંદર આખી રાત પલાળી રાખો બીજા દિવસે સવારે આ પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો અને ઠંડુ થયા પછી તેને રહેવા દો હવે આ ચૂર્ણ તળેટીમાં બેસી ગયું હશે હવે તેને ગાળી લો અને પછી આ 5 ગ્રામ ચૂર્ણ એક ચમચી મધ સાથે સવારે ખાલી પેટે સેવન કરો ઉત્તમ લાભ મળશે.
ત્રિફળા ચૂર્ણ ના નુકસાનો
જો તમે ડીપ્રેશન ની દવાઈ નું સેવન કરતા હોવ ત્યારે ત્રિફળા નું સેવન ટાળવું જોઈએ કારણકે તેમાં રહેલ હરડે તે દવાઈના પ્રભાવ ને ઓછું કરી નાખે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ત્રિફળા નું સેવન કરવું નહિ.
લો શુગર ના દર્દીઓએ ત્રિફળા નું સેવન વધારે માત્રા માં કરવું નહિ કારણકે તેમાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે શુગર લેવલ ને વધારે નીચું કરી શકે છે.
ત્રીફ્ડામાં હરડે ની માત્ર વધારે હોવાથી ડાયેરિયા થઇ શકે છે.
ત્રિફળા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો
ત્રિફળા અને ઇસબગુલ ને બે ચમચી મિક્સ કરીને નવસેકા પાણીમાં નાખીને પીવાથી કબજીયાત દૂર થાય છે.
ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. હૃદય રોગ, ડાયાબીટીશ, અને હાઈ બ્લડ પ્રેશર માં ખુબ જ ફાયદો થાય છે.
એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર મિલાવીને થોડી વાર સુધી ઉકાળવું. ઠંડુ થયા પછી તેનું સેવન કરવું. નિયમિત આ પાણી નું સેવન કરવાથી વજન અવશ્ય ઘટે છે.
રાત્રે સુતા પહેલા ૩ થી ૯ ગ્રામ જેટલું ત્રિફળા નું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી શરીર માટે સારું માનવામાં આવે છે.
ત્રિફળા ચૂર્ણ ની તાસીર ગરમ હોય છે માટે ઉનાળા માં તેનું સેવન સીમિત માત્ર માં કરવું જોઈએ.
હા, ત્રિફળા ચૂર્ણ નું સેવન ભૂખ્યા પેટે કરી શકાય છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
બીલી નું ફળ બીલા ના ફાયદા | બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda
ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy in Gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે