નમસ્તે મિત્રો આજે આપણે તુરીયા ના છાલ ની ચટણી બનાવવાની રીત – Turiya na chhal ni chatni banavani rit શીખીશું.તુરીયા ને ગીસોડા પણ કહેવાય છે જે સ્વાસ્થ્ય માટે સારા ને પચવા માં હળવા હોય છે આપણે આ ગીસોડા / તુરીયા નું શાક અલગ અલગ પ્રકારનું બનાવી ને તો ઘણી વખત ખાધું જ છે, do subscribe YouTube channel on YouTube If you like the recipe , પણ આજ આપણે એની છાલ માંથી ચટણી બનાવશું જે સ્વાદ માં એકદમ જબરજસ્ત લાગે છે ને રોટલી, પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકાય છે તો ચાલો જાણીએ Turiya na chhal ni chatni recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
તુરીયા ના છાલ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- તુરીયા ની છાલ 5-6 તુરીયા છોલી ને લેવી
- તેલ 3-4 ચમચી
- લસણ ની કણી 25-30
- મીઠા લીમડાના પાન 10-15
- સૂકા નારિયળ ના કટકા ¾ કપ
- જીરું 1-2 ચમચી
- સીંગદાણા ½ કપ
- તીખા લીલા મરચા 10-12
- સફેદ તલ 3 ચમચી
- હળદર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
તુરીયા ના છાલ ની ચટણી બનાવવાની રીત | Turiya na chhal ni chatni recipe in gujarati
તુરીયા ના છાલ ની ચટણી બનાવવા સૌપ્રથમ તુરીયા ની છાલ ઉતારી ને છાલ ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ને ત્યાર બાદ પાણી નીતરવા મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તેમાં લસણ ની કણી નાખી બે મિનિટ શેકી લ્યો લસણ થોડું શેકી લીધા બાદ એમાં મીઠા લીમડાના પાન અને નારિયળ ના કટકા નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં જીરું નાખી મિક્સ કરી શેકી લ્યો જીરું શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને સાથે તુરીયા ની છાલ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
બધી સામગ્રી ને પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો હવે એમાં સફેદ તલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો.
હવે મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ચાર વખત પીસી લ્યો ને ત્યાર બાદ વાટકા માં કાઢી લ્યો ને મજા લ્યો રોટલી, પરોઠા કે ભાખરી સાથે તુરીયા ના છાલ ની ચટણી.
Turiya na chhal ni chatni banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dev’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi ni syrup banavani rit
વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito banavani rit
ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | Fulavr ni kachori banavani rit
ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત | Khari lassi ane mithi lassi banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે