આજ ના આર્ટીકલ ની અંદર અમે તુરીયા વિશે માહિતી આપીશું જેને ગીસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ તો ચાલો જાણીએ તુરીયા ના ફાયદા – ગીસોડા ના ફાયદા, ગીસીડા ના પાંદડા, ફૂલ, બીજ મુળિયા ના ઔષધી તરીકે ઉપયોગ કરવાની માહિતી ,turiya na fayda in gujarati,gisoda na fayda, RIDGE GOURD benefits in gujarati
તુરીય | ગીસોડા | Turia | RIDGE GOURD | CHINEESE OKRA
ગીસોડા ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં તેનો ઉપયોગ શાક તરીકે થતો નથી. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. ગીસોડા ને તુરીયા પણ કહેવાય છે. તેના વેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગના ફૂલો આવે છે. ગીસોડા ના ફળ લાંબા થાય છે અને તેના ઉપર ખાંચો પડેલો હોય છે. તુરીયા મીઠા અને કડવા એમ બે પ્રકારના આવે છે. કડવા તુરીયા પણ મીઠા તુરીયા જેવા જ થાય છે. એવું કહેવાય છે કે મીઠા તુરિયાની ધારો(ખાચા) ની સંખ્યા દસ અને કડવા તુરીયાના ખાચાની સંખ્યા નવ હોવાનું કહેવાય છે. એ રીતે પણ મીઠા અને કડવા તુરીયા ઓળખી શકાય છે. ગીસીડા ના પાંદડા, ફૂલ, બીજ મુળિયા આ બધું ઔષધી તરીકે ઉપયોગ માં આવે છે.
ગીસોડામાં રહેલા પોષકતત્વો :-
ગીસોડામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે. લીલી શાકભાજી હોવાને કારણે તેનામાં લીલી શાકભાજી ના બધા જ ગુણો મળી જાય છે.
તુરિયા – ગીસોડામાં ખનીજતત્વ, કેલ્શિયમ, કોપર, આયરન, મેગ્નેશિયમ,મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે મળી રહે છે.
તુરીયામાં વિટામીન-A, વિટામીન-C, વિટામીન-B અને થાઈમીન, ફોલેટ, નીયાસીન, આયોડીન અને ફ્લોરીન જેવા તત્વો પણ સામેલ હોય છે.
સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે ગીસોડા :-
ગીસોડા માં આમળાનું ચૂર્ણ સરખા પ્રમાણમાં મિક્ષ કરીને તેમાં ઘી અને મધ નાખીને સેવન કરવાથી મગજ તેજ બને છે, અને સ્વસ્થ્ય ખુબ જ સારું રહે છે.
સફેદ ડાઘ પર ગીસોડા ના ફાયદા :-
ગીસોડા ના તેલની માલીશ કરવાથી સફેદ ડાઘ ને ઓછા કરી શકાય છે.
તાજા ગીસોડા લઈને તેમાંથી બીજ અને ગર્ભ સરખી રીતે કાઢીને તેમાં પાણી ભરી લો અને આખી રાત રહેવા દો. સવારે તેમાંથી નીકળેલું પાણી પીવાથી ફાયદો થાય છે.
માસિકધર્મ સબંધિત સમસ્યામાં ગીસોડા નો ઉપયોગ :-
માસિકધર્મ સબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગીસોડાને ભોજન માં સામેલ કરી લેવા જોઈએ. તેના માટે ગીસોડા ના પાંદડા ૧૦-૨૦ મિલી લઈને તેનો ઉકાળો બનાવી લેવો આ ઉકાળો પીવાથી માસિક ધર્મ સબંધિત બધી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.
પેટ ની સમસ્યામાં ગીસોડા નો ઉપયોગ :-
પેટ ની સમસ્યાથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન રહેતી હોય છે તેવામાં ગિસોદનોઆ પ્રયોગ કરવાથી મહદઅંશે તેમાંથી રાહત મેળવી શકાય છે.
ગીસોડાના મુળિયા ને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણ ૧-૨ ગ્રામ સેવન કરવાથી ફાય્ફો થાય છે.
ગીસોડા ના પાંદડા ને પીસીને તેમાં લસણ નાખીને તેનો લેપ્ બનાવીને જલોદર રોગ માં લગાવવાથી અચૂક ફાયદો થશે.
ડાયાબીટીશમાં ગીસોડા ના ફાયદા | ડાયાબીટીસમા તુરીયા ના ફાયદા :-
તુરિયા નું શાક અથવા તાજા ગીસોડા ના રસ નું ૧૫-૨૦ મિલી જેટલું સેવન કરવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે.
કમળાના રોગમાં ગીસોડા નો ઉપયોગ :-
ગીસોદાને સુકવીને બનાવેલું ચુર્ણ કમળા ના રોગમાં થી રાહત મેળવવામાં મદદ કરે છે. ગીસોડાના ચૂર્ણ ને નાકમાં નાખવાથી કમળા માં ફાયદો થાય છે.
હરસ અને મસા દૂર કરવામાં તુરીયા નો ઉપયોગ:-
ગીસોડા ના ચૂર્ણ ને હરસ પર લગાવવાથી ફાયદો થાય છે.
ગીસોડા ના ચૂર્ણ ને ગોળ સાથે મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે.
તુરીયા ના પાંદડાને પીસીને બવાસીર પર અને મસા પર લગાવવાથી મટી જાય છે.
કબજિયાત દૂર કરવામાં તુરીયા નો ઉપયોગ:-
ગીસોડાના બીજને પીસીને તેનું સેવન કરવાથી કબજીયાત ઠીક થાય છે. માત્રા ૧-૨ ગ્રામ રાખવી. તેનું શાક બનાવીને ખાવાથી ભૂખ વધે છે અને પથરીના રોગમાં પણ ફાયદો થાય છે.
ગળામાં સોજો અને કાકડા મટે છે :-
ગીસોડા અને તેના પાંદડાને પીસીને તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળો ૧૦-૨૦ મિલીના પ્રમાણમાં પીવાથી કાકડા મટે છે અને ગળામાં આવેલો સોજો પણ ઉતરી જાય છે. આ ઉકાળો પીવાથી ઉધરસ, શ્વાસ ચડવો વગેરેમાં પણ ફાયદો થાય છે.
ગીસોડા ના બીજ ના ચૂર્ણ માં મધ નાખીને ચાટવાથી ઉધરસ અને શ્વાસ ચડતો બંધ થઇ જાય છે.
આંખો માટે ફાયદેમંદ છે :-
કડવા ગીસોડા ના બીજ ને મીઠા ગીસોડાના તેલમાં ઘસીને આંખો માં કાજળ તરીકે નાખવાથી મોતિયાબિંદ માં ફાયદો થાય છે,turiya na fayda in gujarati.
માથાના દુખાવામાં ગીસોડા | gisoda na fayda mathana dukhavama:-
ઘઉંના લોટમાં ગીસોડાના પાંદડા ને પીસીને તેનો રસ કાઢીને એ રસથી લોટ બાંધવો અને તેની રોટલી બનાવી એ રોટલીમાં ગોળ નાખીને તેનો લાડવો બનાવીને ખાવાથી અનંત વત્ત નામનો માથાનો દુખાવો મટી જાય છે.
કાચા તુરીયા ને તોડીને તેને પીસી કાનપટ્ટી પર લગાવવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.
અન્ય તુરીયા ના ફાયદા અને ઉપયોગ | Turiya na fayda ane upyog in gujarati :-
બરોળ પર ગીસોડા ના બીજ ને પીસીને તેને ગરમ કરીને લગાવવાથી ફાયદો થાય છે.
ગીસોડા ના બીજ ને પીસીને તેને ત્વચા પર લગાવવાથી ત્વચા રોગો જેવાકે દાદર, ખુજલી, બળતરા વગેરેમાં ફાયદો થાય છે.
ગીસોડામાં ફ્લેવોનોઈડ અને ટેનિન નામનું તત્વ હૃદય રોગોમાટે પણ સારું માનવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પાહ્નત્ન્ત્ર ખરાબ થવાને કરને થતી હોય છે અને તેના કારણે શરીરમાં આમ વધી જતો હોય છે. ગીસોડા મારહેલા અનેક તત્વો ને લીધે તે આમ ને પચાવવામાં મદદ કરે છે અને ખોરાક ઝડપ થી પચાવે છે.
શરીરમાં વત્ત અને કફ અસંતુલિત થવાને કારણે શ્વાસનળી માં બલગમ કફ જમા થઇ જાય છે. અને તે શ્વસન માં તકલીફ ઉભી કરે છે. ગીસોડામાં રહેલો ગરમ ગુણ એ કફ ને તોડીને ઓગાળીને બહાર કાઢે છે, અને તેનાથી અસ્થમા અને દમ ની બીમાર થતી નથી.
ગીસોડા માં સોડીયમ ની માત્રા ઓછી હોવાને કારણે તે હાઈ બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.
પેટના અલ્સરમાં ગીસોડા ના સુકવેલા ચૂર્ણ નું સેવન કરવાથી ફાયદો થાય છે.
ગીસોડા ક્ષારીય પ્રકૃતિના હોવાથી તે શરીરને ઠંડક પ્રદાન કરે છે. પિત્ત ની સમસ્યાથી પરેશાન વ્યક્તિ તેનું સેવન કરી શકે છે.
અન્ય ગીસોડા ના ફાયદા અને ઉપયોગ | Gisoda na fayda ane upyog in Gujarati :-
ગીસોદાનું સેવન કરવાથી લોહીની શુદ્ધિ થાય છે. અને લોહીની કમી હોય તો તે પણ દૂર થાય છે.
ગીસોડા નું સેવન લીવર ને મજબૂત બનાવે છે.
ગીસોડા ખાવાથી પેશાબમાં અને લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડી શકાય છે.
વાળ ની સમસ્યામાં ગીસોડા ખુબ જ અસર કરે છે. ગીસોડા ને છાલ સહીત કાપીને તેને સુકવી ને તેનો પાવડર બનાવીને તેને તેલ સાથે મિક્સ કરીને વાળમાં તે તેલ લગાવવાથી અકાળે સફેદ થતા વાળ બંધ થઇ જાય છે.
જયારે ગીસોડા વેલા પર જ સુકાઈ જાય છે ત્યારે તેને તોડતા લુફા સ્પ્ન્ઝ નીકળે છે. જે લૂફા સ્પ્ન્ઝ આપને નહાવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ.
પેટના કૃમીઓનો નાશ કરવા માટે ગીસોડાને બે ગ્લાસ પાણીમાં ઉકાળીને તેમાં સિંધા નમક નાખીને દિવસમાં બે વાર પીવાથી કીડા મરી જાય છે.
ગીસોડામાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોવવાને કારણે તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરદી મટી જાય છે.
ગીસોડાનું સત્વ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં કામ આવે છે. તે એલર્જીની સમસ્યા માં લાભ આપે છે. હેમીયોપોથી દવાઓમાં પણ ગીસોદાનો ઉપયોગ કરવામાં આવે છે.
gisoda na fayda – ગીસોડામાં ભરપૂર માત્રામાં પાણી નું પ્રમાણ હોય છે અને ફાઈબર પણ ભરપૂર હોય છે. અને આ બન્ને તત્વો વજન ઓછું કરવામાં મદદ કરે છે.
તુરીયા – ગીસોડા ને અંગ્રેજી માં શું કહેવાય છે ?
ગીસોડા – તુરીય ને અંગ્રેજી માં RIDGE GOURD અને CHINEESE OKRA ના નામે ઓળખવામાં આવે છે.
ridge gourd ને ગુજરાતી મા તુરિયા અને ગીસોડા ના નામે ઓળખવામાં આવે છે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અમરવેલ ના ફાયદા | અમરવેલ નો ઉપયોગ ઉપચારમા | amar vel na fayda in Gujarati | amarvel no upyog
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે