ટુટી ફૂટી કેક બનાવવાની રીત | tutti frutti cake banavani rit

ટુટી ફૂટી કેક - tutti frutti cake - ટુટી ફૂટી કેક બનાવવાની રીત - tutti frutti cake banavani rit
Image credit – Youtube/Mansi's Maska kitchen
Advertisement

આજે આપણે ઘરે ટુટી ફૂટી કેક બનાવવાની રીત – tutti frutti cake banavani rit શીખીશું. આજે આપણે બજાર માં મળતા બ્રિટાનિયા કેક જેવી જ કેક ઘરે બનાવતા શીખીશું, do subscribe Mansi’s Maska kitchen YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે કંદેસન્ડ મિલ્ક કે બટર ના ઉપયોગ કર્યા વગર કેક બનાવીશું. ખૂબ જ સોફ્ટ, ફ્લપિ અને સ્પોનજી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકવાર બનાવ્યા પછી તેને ત્રણ થી ચાર દિવસ માટે સ્ટોર કરી ને રાખી શકાય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ટુટી ફૂટી કેક બનાવવાની રીત શીખીએ.

ટુટી ફૂટી કેક બનાવવા જરૂરી સામગ્રી

  • દહી 1 કપ
  • પાવડર શુગર 1 કપ
  • તેલ ½ કપ
  • વેનીલા એશેંશ ¼ ચમચી
  • પાયનેપાલ એશેંશ ¼ ચમચી
  • ઓરેન્જ એશેંશ ¼ ચમચી
  • મેંદો 2 કપ
  • મિલ્ક પાવડર ½ કપ
  • ટુટી ફૂટી ½ કપ
  • દૂધ 1 કપ
  • યેલો કલર 1 ચપટી
  • બેકિંગ પાવડર 2 ચમચી
  • બેકિંગ સોડા 1 ચમચી

ટુટી ફૂટી કેક બનાવવાની રીત

ટુટી ફૂટી કેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ માં દહી લ્યો. હવે તેમાં પાવડર શુગર અને તેલ નાખો. હવે તેને સરસ થી વિસ્ક ની મદદ થી હલાવી લ્યો.

એક બાઉલમાં છની રાખીને મેંદો અને મિલ્ક પાવડર નાખી ને ચાળી લ્યો. હવે બીજા બાઉલ માં ટુટી ફૂટી નાખો. હવે તેમાં થોડો મેંદો નાખો. હવે તેને સરસ થી કોટ કરી લ્યો.

Advertisement

એક કટોરી માં બે ચમચી જેટલું દૂધ નાખો. હવે તેમાં યેલો ફુડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

દહી વાળા બાઉલ માં વેનીલા, પાયનેપલ અને ઓરેન્જ એશેન્શ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાળી ને રાખેલ મેંદો અને પાવડર શુગર ને થોડો થોડો કરીને નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ.

તેમાં દૂધ માં એડ કરીને રાખેલ યેલો કલર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને સરસ થી એક બેટર તૈયાર કરી લ્યો.

તેમાં તૈયાર કરીને રાખેલ ટુટી ફૂટી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. જેથી તે એક્ટિવેટ થઈ જાય. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક ચોરસ કેક ટીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર બટર પેપર લગાવી લ્યો. હવે તેની ઉપર ફરી થી તેલ ગ્રીસ કરી લ્યો.

 તેમાં કેક નું બેટર નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો. ત્યાર બાદ પ્રિ હિટ કરીને રાખેલ કઢાઇ માં વચ્ચે સ્ટેન્ડ રાખી તેની ઉપર કેક ટીન રાખો. હવે તેને ઢાંકી દયો. હવે કેક ને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ત્યાર બાદ થોડી વાર રહીને કેક ટીન ને કઢાઇ માંથી બારે કાઢી લ્યો. હવે કેક ટીન માંથી કેક ને બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટુટી ફૂટી કેક.

tutti frutti cake recipe notes

  • કઢાઇ ની જગ્યાએ માઇક્રોવેવ માં કેક બનાવી હોય તો કેક ટીન ને માઇક્રોવેવ માં રાખ્યા બાદ તેને 180 ડિગ્રી પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી બેક કરી લ્યો.

tutti frutti cake banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Mansi’s Maska kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mansi’s Maska kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બટાટા બાફ્ય વગર આલુ પરાઠા | Batata bafya vagar aloo paratha banavani rit

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

પાપડ નું શાક બનાવવાની રીત | અડદના પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak banavani rit | papad shaak recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement