નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bindiya plus Kitchen YouTube channel on YouTube આજે આપણે તુવેર ના ટોઠા બનાવવાની રીત – tuver na thotha banavani rit શીખીશું. ટોઠા એ સૂકવેલા તુવેર ના દાણા ને કહેવાય છે ને મહેસાણા બાજુ એની વાનગી ખૂબ પ્રસિદ્ધ છે તો ચાલો જાણીએ totha recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
તુવેર ટોઠા બનાવવા જરૂરી સામગ્રી | tuver thotha ingredients
- તુવેર દાણા 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ટમેટા ઝીણા સમારેલા 2
- લીલું લસણ / સૂકું લસણ ઝીણું સમારેલું 3-4 ચમચી
- લીલા મરચા 2 ઝીણા સુધારેલા
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ 4-5 ચમચી
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
તુવેર ટોઠા બનાવવાની રીત | totha recipe in gujarati
સૌ પ્રથમ તુવેર દાણા ને સાફ કરી પાણી થી બે ત્રણ વખત ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલાળી મુકો સાત કલાક પછી પાણી નિતારી એક પાણીથી ધોઈ નાખો
હવે તુવેર દાણા ને કૂકરમાં નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી બે કપ પાણી નાખી ધીમા તાપે બે સીટી સુંધી બાફી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ ને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલું લસણ/ લસણ સુધારેલ નાખો સાથે આદુ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં લીલા મરચા સુધારેલા અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવો
ચાર મિનિટ માં ટમેટા ગરી ગયા હસે એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં બાફેલ ટોઠા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં ગરમ મસાલો અને એક કપ પાણી નાંખી ને મિક્સ કરી ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં લીલા ધાણા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને બ્રેડ કે બાજરાના રોટલા સાથે સર્વ કરો ટોઠા
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bindiya plus Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tandoori bhutta banavani rit | tandoori bhutta recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે