જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવાની રીત – Unique Crispy Katori Chat banavani rit શીખીશું, do subscribe Divine Khana YouTube channel on YouTube If you like the recipe , કટોરી ચાટ ને બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. જોવામાં પણ એટલી સુંદર દેખાય છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી યુનિક કટોરી ચાટ બનાવતા શીખીએ.
યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો ૧ બાઉલ
- અરોરૂટ ૨ ચમચી
- પાણી ૧/૨ કપ
- ૨-૩ બાફેલા બટાકા ના ટુકડા
- બાફેલા કાબુલી ચણા ૧ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ૧
- ઝીણા સુધારેલા ટામેટા ૧
- ગ્રીન ચટણી
- આમલી ની ચટણી
- આમચૂર પાવડર
- ચાટ મસાલા
- જીરું પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર
- લીંબુ નો રસ
- દહી
- દાડમ ના દાણા
- સેવ
યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવાની રીત
યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં અરોરુટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને વિસ્ક ની મદદ થી હલાવતા રહો. એક સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે સેટ થવા દયો.
હવે દસ મિનિટ પછી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે એક કટોરી ને ચીપિયા ની મદદ થી પકડીને તેલ માં ડૂબવાને ગરમ કરી લ્યો.
હવે કટોરી ને બાહર કાઢી ને ટીસુ પેપર થી થોડી પોછિ લ્યો. હવે કટોરી ને મિશ્રણ માં સરસ થી ડૂબવા લ્યો. હવે કટોરી ને ફરી થી તેલ માં નાખો. એક થી બે મિનિટ સુધી કટોરી ને પકડી ને જ રાખો. ત્યાર બાદ તેને ધીમે ધીમે હલાવતા રહો. થોડી જ વાર માં કટોરી ક્રિસ્પી થઈ જાસે અને કટોરી માંથી નીકળી જાસે. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી જ કટોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે એક બાઉલમાં બાફેલા બટાકા ના ટુકડા નાખો. હવે તેમાં બાફેલા ચણા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, એક ચમચી ગ્રીન ચટણી, એક ચમચી આમલી ની ચટણી, ચાટ મસાલા, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, જીરું નો પાવડર અને લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક પ્લેટ લ્યો. હવે તેમાં કટોરી રાખો. હવે તેમાં બનાવી ને રાખેલી સામગ્રી બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેની ઉપર દહી નાખો. હવે તેની ઉપર ગ્રીન ચટણી, આમલી ની ચટણી દાડમ ના દાણા અને સેવ છાંટો.
તૈયાર છે આપણી ટેસ્ટી યુનિક કટોરી ચાટ. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી કટોરી ચાટ ખાવા નો આનંદ માણો.
Unique Crispy Katori Chat notes
- આરોરુટ ની જગ્યા એ તમે કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો.
Unique Crispy Katori Chat banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Divine Khana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati
સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati
ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit
કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે