વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત | Vagharel Idiyappam banavani rit

વઘારેલ ઇડિયપમ - વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત - Vagharel Idiyappam banavani rit - Vagharel Idiyappam recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

  નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત – Vagharel Idiyappam banavani rit શીખીશું. ઇડિયપમ એક સાઉથ ઈન્ડિયન નાસ્તો છે જે ચોખાના લોટ માંથી તૈયાર કરવામાં આવે છે, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , આ ઇડિયપમ ની જગ્યાએ તમે બચેલા ભાત પણ વાપરી શકો છો અને સાંભાર ને ચટણી સાથે સર્વ કરવામાં આવતા હોય c પણ આજ આપણે એ બચેલા ઇડિયપમ ને વઘારી ને તૈયાર કરીશું જેને નાસ્તા માં ખાઈ શકાય છે તો ચાલો જાણીએ  Vagharel Idiyappam recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વઘારેલ ઇડિયપમ બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલ ઇડિયપમ 4-5
  • સુધારેલ ડુંગળી 2-3
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ગાજર સુધારેલ અથવા છીણેલું 1
  • ઘી 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • સૂકું લાલ મરચું 1
  • મીઠા લીમડાના પાન 5-7
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત | Vagharel Idiyappam recipe in gujarati

વઘારેલ ઇડિયપમ બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી મોટી મોટી છીણી લ્યો અથવા નાના નાના કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા સુધારી ને તૈયાર કરી લ્યો અને નાની સાઉથ ઇન્ડિયન ડુંગળી હોય તો એ અથવા રેગ્યુલર ડુંગળી ને સુધારી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકું લાલ મરચું તોડી ને નાખો સાથે મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો.

Advertisement

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં છીણેલું કે સુધારેલ ગાજર નાખી ગાજર ને પણ ધીમા તાપે ચડાવી લ્યો ગાજર બરોબર ચડી જાય એટલે એમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બચેલ ઇડિયપમ ને હાથ થી તોડી ને નાખી દયો ને બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો.

ઇડિયપમ સાથે મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી ગરમ કે ઠંડુ  મજા લ્યો વઘારેલ ઇડિયપમ.

Vagharel Idiyappam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit

રાગી મિલ્ક બનાવવાની રીત | ragi milk banavani rit | ragi milk recipe in gujarati

કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement