વઘારેલ મમરા બનાવવાની રીત | Vagharela mamra banavani rit

વઘારેલ મમરા - વઘારેલ મમરા બનાવવાની રીત - Vagharela mamra banavani rit - મમરા વઘાર વાની રીત
Image credit – Youtube/Food Forever
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલ મમરા બનાવવાની રીત – Vagharela mamra banavani rit શીખીશું, do subscribe Food Forever YouTube channel on YouTube If you like the recipe , આ મમરા તમે એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકો છો જે નાના મોટા દરેક ખાઈ શકે છે ઘરમાં નાસ્તા માં , પ્રવાસમાં કે ટિફિન માં લઇ જઇ શકો છો. મોઢા નો સ્વાદ બગડી ગયો હોય ને કઈ ના પણ ના ભાવતું હોય તો મમરા વઘારી ને ખાશો તો મજા આવી જસે તો ચાલો જાણીએ મમરા વઘાર વાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વઘારેલ મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 4 કપ
  • બેસન ની સેવ 1 કપ
  • હળદર 1 ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • હિંગ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • તેલ 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Vagharela mamra banavani rit | મમરા વઘાર વાની રીત

વઘારેલ મમરા બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી મિક્સ કરી એક બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો. સીંગદાણા અડધા થી ઉપર તેલમાં શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને સાફ કરેલ મમરા અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી ધીમા તાપે શેકી ને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકો.

Advertisement

મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એમાં બેસન ની સેવ નાખી ને મિક્સ કરી એકાદ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી થોડી વાર હલાવતા રહો. પાંચ મિનિટ હલાવતા રહ્યા પછી મમરા ને બિલકુલ ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો વઘારેલ મમરા.

વઘારેલ મમરા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food Forever

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચણા દાળ ની ચટણી બનાવવાની રીત | Chana daal ni chatni banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuitbanavani rit | karachi biscuit recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement