
નમસ્તે મિત્રો આજે આપણે વરણ ભાત બનાવવાની રીત – Varan bhaat banavani rit શીખીશું, do subscribe Shweta in the Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ વરણ ભાત એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ભગવાન ને ભોગ ધરાવવા બનાવવામાં આવે છે ને આ વાનગી ખૂબ જ હલકી ફૂલકી હોવાથી જો પેટ ને લગતી કોઈ તકલીફ હોય તો પણ બનાવી ને ખાઈ શકાય છે અથવા સાવ સાદુ જમવું હોય તો બનાવી શકો છો તો ચાલો જાણીએ Varan bhaat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વરણ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ⅛ ચમચી
- હળદર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
ભાત બનાવવા માટેની સામગ્રી
- ચોખા 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat recipe in gujarati
આજ આપણે સૌપ્રથમ ભાત બનાવવાની રીત શીખીશું ત્યારબાદ વરણ બનાવવાની રીત શીખીશું.
ભાત બનાવવાની રીત
ચોખા એક વાસણમાં લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી ચોખાનું પાણી નિતારી લ્યો ને ગેસ પર તપેલી માં બે થી ત્રણ કપ જેટલું પાણી ગરમ કરી એમાં નીતારેલ ચોખા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચોખાનું પાણી ઉકળે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો ભાત બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ભાત ને ચારણી માં નાખી વધારા નું પાણી નિતારી લ્યો
વરણ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો અને પંદર વીસ મિનિટ પાણી નાખી પલાળી લ્યો વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ધોવેલી દાળ ને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખો
ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક થી બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ ધીમો કરી નાખો ને બીજી દસ પંદર મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ઝેની વડે જેરી લ્યો ને ગેસ ચાલુ કરી દાળ ને ઉકાળો
હવે ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ને બે ચમચી વઘાર કુકર માં રહેલ દાળ માં નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બાકી રહેલ વઘાર દાળ સર્વ કરતી વખતે ઉપરથી નાખો
વરણ ભાત ને સર્વ કરવા પ્લેટ માં સૌથી પહેલા ભાત મૂકો એના પર તૈયાર કરેલ વરણ દાળ નાખો ને એના ઉપર ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો વરણ ભાત.
Varan bhaat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shweta in the Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati
શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit
ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit
કોળા નો સૂપ બનાવવાની રીત | kola nu soup banavani rit | kola nu soup recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે