નમસ્તે મિત્રો આ શાક બનાવવામાં ખૂબ ઝડપી છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ શાક ને દાળ, ભાત, રોટલી અથવા ખીચડી સાથે Vatana pankobi nu shaak – વટાણા પાનકોબી નું શાક સર્વ કરી શકાય છે.
Ingredients list
- પાનકોબી 250 ગ્રામ
- વટાણા 250 ગ્રામ
- કેપ્સીકમ 1 ઝીણું સમારેલું
- ઝીણી સમારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખો )
- લીલા મરચા સુધારેલા 2-3
- ટમેટા ઝીણા સમારેલા 2
- તેલ 3-4 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી (ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવું)
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Vatana pankobi nu shaak banavani rit
વટાણા પાનકોબી નું શાક બનાવવા સૌપ્રથમ વટાણા ને છોલી એમાંથી દાણા અલગ કરી લ્યો અને દાણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાનકોબી ને ધોઇ સાફ કરી લઈ ઝીણી ઝીણી સુધારી લ્યો અને કેપ્સીકમ ને ધોઇ સાફ કરી બીજ અલગ કરી ઝીણું ઝીણું સુધારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, રાઈ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી અડધી શેકાઈ જાય એટલે લીલા મરચા સુધારેલા અને લસણની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લેવા.
બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાનકોબી, વટાણા અને કેપ્સીકમ નાખી મિક્સ કરી ફૂલ તાપે શેકી લ્યો. બધા શાક શેકાઈ ને બરોબર ચડી જાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહી શેકી લેવી. છેલ્લે એમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર , હળદર નાખી ને મિક્સ કરી મસાલા ને પણ શેકી લેવા.
મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી લ્યો. શાક અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે વટાણા પાનકોબી નું શાક.
Idli Sambar Shakshuka | ઈડલી સંભાર શક્શુકા
sargva na paan ni chutney banavani rit | સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત
jeera rice banavani rit | જીરા રાઈસ ની રેસીપી
Bread pakoda chaat banavani rit | બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત
Ghu na lot na pasta banavani rit | ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત
Kheer mohan banavani rit | ખીર મોહન બનાવવાની રીત