વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

હક્કા નુડલ્સ બનાવવાની રીત - વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત - veg hakka noodles recipe in gujarati - veg hakka noodles banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત – veg hakka noodles banavani rit શીખીશું. ચાઇનીઝ વાનગી બધાને પસંદ આવતી હોય છે, do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe , ને નાના બાળકો ને તો ખૂબ પસંદ આવતી હોય છે તો ચાલો બીજી વાતો કરવા ની જગ્યાએ વેજ હક્કા નૂડલ્સ બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ veg hakka noodles recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

veg hakka noodles ingredients in gujarati

  • નૂડલ્સ 1 પેકેટ
  • તેલ 2 ચમચી + 2 ચમચી + 2-3 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 2-3 ચમચી
  • લીલા મરચા લાંબા સુધારેલ 2-3
  • આદુ સુધારેલ 1 ચમચી
  • ડુંગળી / લીલી ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ ¼ કપ
  • કેપ્સીકમ લાંબા સુધારેલ ¼ કપ
  • ગાજર લાંબા સુધારેલ ¼ કપ
  • પાનકોબી સુધારેલ ½ કપ
  • ફણસી સુધારેલ 3-4 ચમચી
  • ચીલી સોસ 2 ચમચી
  • સોયા સોસ 2 ચમચી
  • ટમેટો કેચઅપ 2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • વિનેગર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત  | veg hakka noodles recipe in gujarati

વેજ હક્કા નૂડલ્સ બનાવવા એક મોટા વાસણમાં છ થી સાત ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને બે તેલ નાંખી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં નૂડલ્સ ના પેકેટ નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી નૂડલ્સ ને ચેક કરો જો આરામ થી તૂટી જય તો ગેસ બંધ કરી નૂડલ્સ ને ચારણીમાં કાઢી એના પર ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો ને ચમચી એક તેલ નાખી મિક્સ કરી લ્યો જેથી નૂડલ્સ એક બીજા માં ચોટી નહિ જાય અને એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ ની કણી, લીલા મરચા અને આદુ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને એને પણ બે મિનિટ શેકી લ્યો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ફણસી, ગાજર, કેપ્સીકમ, પાનકોબી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફૂલ તાપે ચાર મિનિટ શેકી લ્યો,

શાક શેકાઈ જાય એટલે એમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, મરી પાઉડર, ટમેટા કેચઅપ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ નૂડલ્સ નાખો

નૂડલ્સ સાથે સ્વાદ મુજબ મીઠું અને લીલી ડુંગળી ના પંદાદા નાખી બરોબર કરી ફૂલ તાપે પાંચ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વેજ હક્કા નૂડલ્સ.

veg hakka noodles banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit

ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત | palak makai ni sandwich banavani rit | palak makai ni sandwich recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement