ઘરે વેજ કોફતા કરી બનાવવાની રીત – Veg Kofta Curry banavani rit શીખીશું. આજે આપણે એકદમ હોટલ સ્ટાઈલ માં વેજ કોફતા કરી બનાવતા શીખીશું, do subscribe Anukriti Cooking Recipes YouTube channel on YouTube If you like the recipe , એકદમ ક્રીમી ગ્રેવી બને છે. આ શાક ને તમે બટર નાન, તંદુરી રોટી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બે ની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેટલું ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Veg Kofta Curry recipe in gujarati શીખીએ.
વેજ કોફતા કરી બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- હિંગ
- ખડા મસાલા ફૂટેલા 1 ચમચી
- જીરું ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ગ્રેટ કરેલું પનીર ½ કપ
- ટામેટા કેચઅપ 3 ચમચી
કોફતા બનાવવાની સામગ્રી
- પાન કોબી 1
- બેસન ½ કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાવડર ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
- સોજી 3 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- મરી પાવડર ¼ ચમચી
- હિંગ 1 ચપટી
- તેલ 1 ચમચી
- ગ્રેટ કરેલું પનીર ½ કપ
- કાજુ 4-5
- કિશમિશ 5-6
- ખાંડ 1 ચમચી
ટામેટા ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ટામેટા 2
- લીલાં મરચાં 2
- આદુ 1 ઇંચ
- કાજુ ¼ કપ
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
મસાલા દહી ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- દહી ½ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- મિક્સ મસાલા ½ ચમચી
- ચાટ મસાલો ½ ચમચી
- હિંગ 1 ચપટી
- બેસન 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- પાણી ½ કપ
કોફતા બનાવવાની રીત
કોફતા બનાવવા માટે સૌથી પહેલાં પાન કોબી ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
દસ મિનિટ પછી તેને એક કોટન ના પાતળા કપડાં માં કાઢી લ્યો. હવે તેની પોટલી બનાવી તેને દબાવી ને એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
તેમાં બેસન, આદુ લસણની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ચીલી ફ્લેક્સ, વરિયાળી, ધાણા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સોજી, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, હિંગ, તેલ, અડધો કપ ગ્રેટ કરેલું પનીર, કાજુ, કિશમિશ, અને ખાંડ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
આ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ સિલિન્ડર સેપ માં કોફતા બનાવી લ્યો. આવી રીતે બધા કોફતા બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે કોફતા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી પાન કોબી ના કોફતા.
ટામેટા ની ગ્રેવી બનાવવા માટેની રીત
ટામેટા ની ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, લીલા મરચા, આદુ, કાજુ અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટામેટા ની ગ્રેવી.
મસાલા દહી બનાવવાની રીત
મસાલા દહી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, હળદર, લાલ મરચું પાવડર, મિક્સ મસાલો, ચાટ મસાલો,હિંગ, બેસન, કસૂરી મેથી અને અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
વેજ કોફતા કરી બનાવવા માટેની રીત
વેજ કોફતા કરી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચપટી હિંગ અને એક ચપટી મીઠું નાખો.
તેમાં કૂટી ને રાખેલ ખડા મસાલા નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલી ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં મસાલા દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હવે તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ફરી થી ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ગ્રેટ કરીને રાખેલ પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા કેચઅપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં તળી ને રાખેલ કોફતા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ કોફતા કરી. હવે તેને બટર રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજ કોફતા કરી ખાવાનો આનંદ માણો.
Veg Kofta Curry banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Sandwich dhokla banavani rit
કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit
જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe
મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે