વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત | Veg Mayo Grilled Sandwich banavani rit

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ - Veg Mayo Grilled Sandwich banavani rit - વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત - Veg Mayo Grilled Sandwich Recipe in gujarati
Image credit – Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

આજે આપણે ઘરે વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત – Veg Mayo Grilled Sandwich banavani rit શીખીશું. આજે આપણે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવીશું, do subscribe FOOD COUTURE by Chetna Patel YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે સાથે હેલ્થી પણ છે. સવારે કે સાંજે નાસ્તા માં તમે બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને બાળકો હસતા હસતા પેટ ભરીને ખાઈ લે તેવી સુપર ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે Veg Mayo Grilled Sandwich Recipe in gujarati શીખીએ.

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણી સુધારેલી કેપ્સીકમ ½ કપ
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણું સુધારેલું પત્તા ગોબી ½ કપ
  • ઝીણું સુધારેલું ગાજર ½ કપ
  • મેયોનીજ 3 ચમચી
  • ઝીણું સુધારેલું લીલું મરચું 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બટર
  • બ્રેડ
  • ગ્રીન ચટણી

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત | Veg Mayo Grilled Sandwich Recipe in gujarati

વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલું કેપ્સીકમ, ઝીણી સુધારેલી પત્તા ગોબી, ઝીણી સુધારેલું ગાજર, ઝીણું સુધારેલું લીલું મરચું, ઝીણું સુધારેલા લીલાં ધાણા અને મેઓનીઝ નાખો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સેન્ડવીચ માટેનું ફિલીંગ.

Advertisement

એક બ્રેડ લ્યો. હવે તેમાં બટર લગાવો. હવે તેની ઉપર ગ્રીન ચટણી લગાવો. હવે તેની ઉપર બે ચમચી જેટલું બનાવી ને રાખેલું ફિલીંગ ને સરસ થી ફેલાવી ને રાખો. હવે બીજી બ્રેડ લ્યો. હવે તેમાં ફરી થી થોડું બટર અને ગ્રીન ચટણી લગાવો. હવે તે બ્રેડ ને ફિલીંગ રાખેલી બ્રેડ ઉપર રાખો.

ઇલેક્ટ્રિક સેન્ડવીચ મશીન ઉપર તૈયાર કરીને રાખેલી સેન્ડવીચ રાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી વેજ મેયોનીઝ સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટ કરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજ મેયોનીઝ સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

Recipe Notes

  • તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ સેન્ડવીચ માં નાખી શકો છો.

Veg Mayo Grilled Sandwich banavani rit | Recipe Video

Video Credit : Youtube/ FOOD COUTURE by Chetna Patel

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement