આજે આપણે ઘરે વેજ પફ પેટીસ બનાવવાની રીત – Veg puff patties banavani rit શીખીશું. આ પેટીસ ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જડપથી બની ને તૈયાર થઈ જાય છે, do subscribe Veg Food Recipes YouTube channel on YouTube If you like the recipe , સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી વેજ પફ પેટીસ બનાવતા શીખીએ.
વેજ પફ પેટીસ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો 1 કપ
- ઘી 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
- તળવા માટે તેલ
વેજ પફ પેટીસ બનાવવાની રીત
વેજ પફ પેટીસ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
એક કટોરી માં બે ચમચી જેટલો મેંદો લ્યો. હવે તેમાં ઘી ને મેલ્ટ કરી ને નાખતા જાવ અને હલાવતા ઘટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના બે ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ ના લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો.
તેમાં થી એક લુવો લ્યો. હવે તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેની ઉપર મેંદો અને ઘી નું મિશ્રણ બનાવી ને રાખ્યું હતું તેને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો.
તેને વચ્ચે થી ફોલ્ડ કરી લ્યો. હવે ફરી થી તેની ઉપર મિશ્રણ લગાવી લ્યો. હવે ફરી થી તેને ફોલ્ડ કરી લ્યો. હવે એક પટી તૈયાર થઈ ગઈ હસે. હવે ફરી થી તેની ઉપર મિશ્રણ લગાવો. હવે તેને આમને સામને ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધી પેટીસ વણી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે બનાવી ને રાખેલ પેટીસ નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી વેજ પફ પેટીસ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી ને રાખી લ્યો.
Veg puff patties banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Veg Food Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત | Veg Mayo Grilled Sandwich banavani rit
સફરજન ચાટ બનાવવાની રીત | Safarjan chat banavani rit
બાજરાની રાબડી બનાવવાની રીત | Bajra ni rabdi banavani rit
જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati
કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત | capsicum besan nu shaak banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે