આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ આમળા વિશે માહિતી જેમાં આમળા ખાવાના ફાયદા,આમળા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, આમળા ના નુસખા, આમળા ના ફાયદા – amda na fayda, amda no upyog , amla benefits in gujarati.
આમળા | amda | Indian gooseberry details in gujarati
આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળા છે. આમળા આપણા શરીર ના દરેક અંગ માટે ફાયદેમંદ છે. ત્વચા સબંધિત સમસ્યા હોય કે વાળ સબંધી સમસ્યા, દરેક સમસ્યાનો ઇલાઝ આમળા છે. આપણે આમળા લીલા સુકા, જ્યુસ તરીકે, તેનું ચૂર્ણ તરીકે સેવન કરી શકીએ છીએ.
આમળા નું અથાણું, આમળાની ચટણી, આમળાનું શાક વગરે અનેકાનેક વાનગી પણ બનાવીને તેનું સેવન કરીને તેના ઔષધીય ગુણોનો લાભ લઇ શકીએ છીએ. આમળા એ વિટામીન-સી નો ભરપુર સ્ત્રોત છે. તેમાં બીજા અનેક વિટામિન્સ પણ હોય અછે, મિનરલ્સ પણ સામેલ છે.
આમળાને આયુર્વેદિક ગ્રંથોમાં અમૃતફળ અને ધાત્રીફળ કહેવાયું છે. ઝાડ-છોડ માંથી જે ઔષધી બને છે તેને કાષ્ટોષધી કહે છે અને ધાતુ-ખાનજી માંથી જે ઔષધી બને છે તેને રસોષધી કહેવાય છે આ બન્ને પ્રકાર ની ઔષધિમાં આમળાનો ઉપયોગ કરવામાં આવે છે.
આમળાનો ઉપયોગ અનેક રસાયણો બનાવવામાં કરવામાં આવે છે. ચરક સંહિતા અનુસાર તાવ મટાડવા માટે આમળાનો ઉપયોગ કરવામાં આવે છે, ઉધરસ, સફેદ ડાઘ વગેરેમાં પણ આમળા નો ઉપયોગ કરવામાં આવે છે.
તો ચાલો જાણીએ આમળા ના વિવિધ ઉપયોગો અને લેસ માત્ર નુકસાનો
આમળા ના ફાયદા તે વાળ માટે શ્રેષ્ઠ છે | amda na fayda vad mate :-
લોહ ભસ્મ, અમદાનું ચૂર્ણ અને જાસ્દ ના ફૂલને એકસાથે પીસીને વાળ ધોતા પહેલા લગાવી લો. પછી તેને પાણી વડે ધોઈ નાખો. આમ કરવાથી સફેદ વાળ ની સમસ્યા માંથી છુટકારો મળી જાય છે. વાળ અકાળે સફેદ થતા નથી.
આમળા, અરીઠા, અને શિકાકાઈ ને મિક્સ કરીને તેનો ઉકાળા જેવું બનાવી લો. હવે આ ઘાટા ઉકાળા રૂપી પાણી ને વાળમાં લગાવો. થોડી વાર રાખી સુકવી જાય એટલે તેને પાણી વડે ધોઈ લો. આનાથી વાળ મુલાયમ, ઘાટા અને લાંબા થાય છે.
આમળા અને આંબા ની ગોટલી ને પીસીને માથામાં રૂટ્સ માં લગાવવાથી રૂટ્સ મજબુત બને છે અને વાળ અકાળે સફેદ થતા નથી.
૩૦ ગ્રામ સુકા અમદા, ૧૦ ગ્રામ બહેડા, ૫૦ ગ્રામ આંબાની ગોટલી અને ૧૦ ગ્રામ લોહ ભસ્મ લઈને તેને આખી રાત પલાળીને રાખી દો. સવારે તેનો લેપ બનાવીને વાળમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
આમળા ના ફાયદા તે નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ કરે છે | amda na fayda nak mathi lohi nikde tyre :-
નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે આમળા નો ઉપયોગ કરવામાં આવે તો અચૂક ફાયદો થાય છે. જાંબુ, આમળા અને આંબા ને કાંઝી સાથે પીસી લો. તેને કપાળ પર લેપ કરવાથી નસકોરી ફૂટવાની સમસ્યા હોય એ બન્ધ થઇ જાય છે.
ગળાની ખીચ ખીચ દુર કરવા આમળા :-
ઋતુ બદલતા અનેક સમસ્યાઓ થતી હોય છે, ગળાની ખરાશ પણ તેમાંથી એક છે. અજમો, હળદર, આમળા, યવક્ષાર અને ચિત્રક ને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તેમાંથી ૧-૨ ગ્રામ ચૂર્ણને ૨ ચમચી મધ સાથે અથવા તો ઘી સાથે ચાટવાથી ગળાની ખરાશ દુર થાય છે.
હેડકી બંધ કરવા આમળા નો ઉપયોગ | amda no upyog hedki bandh krva :-
ક્યારેક ક્યારે હેડકીની સમસ્યા બહુ વધી જતી હોય તો પીપળીમૂળ, આમળા અને સુંઠને પીસીને તેમાંથી ૨-૨ ગ્રામ ચૂર્ણ લઈને તેમાં ૧૦ ગ્રામ ખાંડ મિલાવીને તેમાં ૧ ચમચી મધ નાખીને રાખી મુકો. તેમાંથી થોડી થોડી વારે ચાટવાથી હેડકી અને દમ ની બીમારીમાં ફાયદો થાય છે.
આમળા ના ફાયદા તે ઉલટી થી રાહત અપાવે છે | amda na fayda ulti ni samsya ma :-
૧૦-૨૦ મિલી આમળાના રસમાં ૫-૧૦ ગ્રામ ખાંડ અથવા સાકર નાખીને સેવન કરવાથી ઉલટી માં રાહત થાય છે.
આમળાના ૫-૧૦ ગ્રામ ચૂર્ણને પાણી સાથે લેવાથી પણ ઉલ્ટીમાં રાહત મળે છે.
એસીડીટી માં આમળા નો ઉપયોગ | amda no upyog acidity :-
એસીડીટી ની સમય હોય ત્યારે આમળા નું સેવન કરવું જોઈએ. આમળાના ૧૦ ગ્રામ બીજ લઈને તેને પાણીમાં પલાળી લો. આખી રાત પાણીમાં પલળવા દેવું. સવારે ગાયના દૂધ સાથે તેને પીસીને તેનું સેવન કરવાથી એસીડીટીમાં લાભ થાય છે.
સંગ્રહણી રોગ માં આમળા નો ઉપયોગ | amda no upyog sangrahni rog ma :-
સંગ્રહણી ની સમસ્યા માં વારંવાર ઝાડા થઇ જતા હોય છે. મેથી દાણા અને આમળા ના પાંદડાને પીસીને ઉકાળો બનાવી લો. દિવસ દરમિયાન ૨ વખત ૧૦-૨૦ મિલી માત્રામાં ઉકાળો પીવાથી તેમાં લાભ થાય છે.
કબજિયાતમાં આમળા નો ઉપયોગ | amda no upyog kabajiyat ma :-
આજકાલ નાના બાળકોને પણ કબજીયાત ની સમસ્યા થઇ જતી હોય છે. તેનું કારણ છે ખાવા પીવાની જીવનશૈલી, ૩-૬ ગ્રામ ત્રિફળા ચૂર્ણને નવશેકા પાણી સાથે લેવાથી કબજીયાત દુર થાય છે.
આમળા નો ઉપયોગ તે નસ ની કમજોરી દુર કરે છે :-
amda no upyog – આમળા નો ઉપયોગ નસો ની કમજોરી દુર કરવામાં ખુબ જ સહાયક છે. આમળામાં અનેક રસાયણો નો ગુણ રહેલો છે. રસાયણ નો ગુણ નસો માં થતા પરિવર્તન એટલે કે ડીઝેનરેટીશન ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આમળા ખાવાના ફાયદા તે હૃદય ને સ્વસ્થ રાખે છે | amda na fayda harday mate :-
આમળાનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. આમળાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડી શકાય છે. આમળામાં રહેલું વિટામીન-સી રક્તવાહિનીઓને સંકુચિત થતા રોકે છે. અને લોહીને જાદુ થતું અટકાવે છે.
આમળા ખાવાના ફાયદા દાંત માટે | aamda khavana fayda dant mate :-
આમળા ના ફળ અને પાંદડા બન્ને દાંત માટે ખુબ જ ફાયદેમંદ છે. આમળાના પાંદડાનો ઉપયોગ દાંત ની સુરક્ષા માટે કરવામાં આવે છે અને તેના ફળ એટલેકે આમળા પેઢાને મજબુત અને સ્વસ્થ રાખે છે.
તાવમાં આમળા નો ઉપયોગ | amda no upyog Tav ma :-
મોથા, ઇન્દ્રજવ,હરડે, બહેડા આમળા, કુટકી અને ફાલસા આ બધું મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળા ને ૧૦-૩૦ મિલી ની માત્રામાં પીવો. આનાથી કફ ને કરને તાવ આવી જાય છે તે મટી જાય છે.
આમળા ખાવાના ફાયદા ત્વચા રોગોમાં | amda na fayda skin na rog ma :-
લીમડાના પાંદડા અને આમળા ને ઘી સાથે ખાઓ. ફોડલા, અને વાગેલા ઝખમ , પિત્તની સમસ્યા ખંજવાળ વગેરે જેવી ત્વચા ને લગતી સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે.
આમળા ના ફાયદા તે ખંજવાળ થી રાહત અપાવે છે | amda na fayda khanjvad ma :-
આમળાના ઠળિયા ને બાળીને તેની ભસ્મ બનાવીને તેમાં નારીયેલ્ટેલ મિલાવી લો. ખજવાળ આવતી હોય તેવી જગ્યા એ તેને લગાવવાથી રાહત મળે છે.
આમળા ના ફાયદા સફેદ ડાઘ/કોઢ માં | amda na fayda kodh ma :-
આમળા અને લીમડા ના પાંદડાને સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. ૨-૬ ગ્રામ ની માત્રામાં આ ચૂર્ણ નું દરરોજ સવારે મધ સાથે સેવન કરવાથી કોઢ મટી જાય છે.
સંધી-વા/ગઠીયા વા માં આમળા નો ઉપયોગ | amda no upyog andhiva ma :-
ગઠીયા-વા ની સમસ્યામાં સંધમાં ખુબજ દુખાવો થતો હોય છે સંધમાં સોજા ચડી આવતા હોય છે. ૨૦ ગ્રામ સુકા અમદા અને ૨૦ ગ્રામ ગોળ લઈને તેને લગભગ ૫૦૦ મિલી પાણીમાં ઉકાળો જયારે પાણી ૨૫૦ મિલી બચે ત્યારે તેને ગાળી ને સવાર-સાંજ પીવો. સંધી વા માં ખુબ જ ફાયદેમંદ છે આ પાણીનું સેવન કરવું.
ડાયાબીટીશ માં ફાયદેમંદ છે આમળા :-
આજકાલ ડાયાબીટીશ નાની વાય ના લોકો ને પણ થઇ જતી હોય છે. તેવામાં આમળા સાથે અમુક ઔષધી મિલાવીને લેવાથી ખુબ જ ફાયદો થાય છે આમળા, હરડે, બહેડા, નાગરમોથ, દારુ હરદાર, અનેદેવ્દારું આ બધું સરખા ભાગે લઈને તેનો બારીક ચૂર્ણ બનાવી લો. સવાર-સાંજ ૧૦-૨૦ મિલી ની માત્રામાં પાણી સાથે તેનું સેવન કરવાથી ડાયાબીટીશ માં અચૂક લાભ થાય છે.
કમળા ના રોગ માં આમળા નો ઉપયોગ | amda no upyog kamda ma :-
આમળા ની ચટણી બનાવીને તેમાં મધ નાખીને તેનું સેવન કરવાથી કમળો તો મટી જ જાય છે સાથે સાથે લીવરના વિકાર પણ દુર થાય છે.
લોહ ભસ્મ ને ૧૨૫-૨૫૦ મિગ્રા લઈને તેમાં ૧-૨ નંગ આમળા નું ચૂર્ણ નાખીને સેવન કરવાથી એનીમિયા અને કમળો મટે છે.
આમળા નો ઉપયોગ હરસ/મસા/બવાસીરમાં :-
હરસ એ કબજિયાત ને લીધે થઈજાય છે. અને માટે જ આમળાનું સેવન કરવું તેમાં લાભકારી નીવડે છે. આમળા નુજ્યુસ પીવાથી હરસ મસામાં ફાયદો થાય છે.
આમળાને એકદમ સારી રીતે પીસીને માટીના વાસણ ની અંદરની બાજુ તેનો લેપ કરી લો. આ વાસણ માં છાશ રાખીને તે છાશ રોગીને પીવડાવવાથી હરસના દર્દીને ફાયદો થાય છે.
હરસમાં જો લોહી પડતું હોય તો ૩-૮ ગ્રામ આમળા ના ચૂર્ણને દહીંની મલાઈ સાથે ખાવાથી ફાયદો થાય છે.
ઝાડા રોકે છે આમળા :-
૧૦-૧૨ ગ્રામ આમળાના કુણા પાંદડા ને પીસીને તેને છાસ સાથે દરરોજ સવાર-સાંજ પીવાથી દસ્ત એટલેકે ઝાડા માં ફાયદો થાય છે.
અપચામાં ફાયદેમંદ છે આમળા | amda na fayda apacha ma :-
ઘણી વખત ભારે ખોરાક ખાઈ લેવાથી અથવા વધારે ખોરાક ખાઈ લેવાથી અપચો થઇ જાય છે. આમળા ને ચડાવીને અથવા બાફીને તેમાં સ્વાદાનુસાર કાળા મરી, સુંઠ, સિંધા નમક, જીરું, અને હિંગ મિલાવી લો. હવે તેને છાયામાં સુકવીને તેનું સેવન કરવું. આ ફાકી થી અપચાની સમસ્યા દુર થાય છે.
પેચીશમાં આમળા નો ઉપયોગ | amda no upyog pechish ma :-
મળ ત્યાગ કરતી વખતે જો લોહી પડતું હોય ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જતી હોય છે. આમળાના ૧૦-૨૦ મિલી રસમાં ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી મિલાવી લો. પછી પીવાનું. પીધા પછી તેની ઉપર બકરીનું દૂધ પીવું. દિવસમાં બેથી ત્રણ વખત પીવાનું રાખવાનું. પેચીશમાં અવશ્ય લાભ થાય છે.
કેવી રીતે તમે આમળા નો આહાર મા ઉપયોગ લઈ શકો છો
આંબળા નો ઉપયોગ કરી બજાર મા મડતી ઘણીબધી વાનગી નો તમે ઉપયોગ કરી શકો છો,
જેમકે આમળા નો જામ, મુરબો અને તેના અથાણાં નો પણ ઉપયોગ કરી શકો છો,
આપણે ઘરે આમળા ની ચટણી બનાવી શકીએ છીએ.
જો તમને ચટપટી વાનગી પસંદ હોય તો તમે આમળા માં થોડું મીઠું મરચું નાખીને આમળા નું સીધું સેવન પણ કરી શકો છો.
તેમજ આમળા ના નાના ટુકડા કરી બાફી ને તેમાં સંચળ નાખી સૂકવણી કરી મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકી એ છીએ.
આમળા ના નુકસાન | amda na nukshan :-
આમળા નું સેવન આદું સાથે ક્યારેય કરવું નહિ. તે તમારા લીવર ને નુકસાન પહોચાડી શકે છે.
આમળાનું વધારે પડતું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા પણ થઇ શકે છે.
હાઈપરટેશન અને કીડની ની સમસ્યા વાળી વ્યક્તિઓએ ક્યારેય આમળા ખાવા જોઈએ નહિ. તેનાથી શરીરમાં સોડીયમ ની માત્રા વધી જાય છે અને જેનાથી તમારી કીડની સારી રીતે કામ કરી શક્તિ નથી.
જેમકે આમળામાં વિટામીન-સી થી ભરપુર હોય છે તો જો વધારે પડતા આમળા ખવાઈ જાય તો પેશાબમાં બળતરા થઇ શકે છે.
આમળા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો :-
આમળાને ઈંગ્લીશ મા Indian gooseberry કહે છે
આમળા ની તાસીર ઠંડી હોય છે.
સવારે ભૂખ્યા પેટે આમળા ખાવા ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. દરરોજ સવારે ૧-૨ આમળા ખાઈ શકાય છે.
આમળા નું સેવન કરવાથી ઘણા બધા લાભ થાય છે. તે લોહીને શુધ્ધ કરે છે, ત્વચા ને સાફ કરે છે, ખીલ અને મુહાંસા થતા નથી, દાંત મજબૂત બનાવે છે વગેરે.
દરરોજ સવારે માત્ર ૧૦મિલીગ્રામ આમળાનું જ્યુસ પી શકાય છે અથવા તો વધારેમાં વધારે ૨૦ મિલીગ્રામ તેનાથી વધારે જ્યુસ પીવું નહિ.
આમળાનું જ્યુસ વિટામિન્સ થી ભરપુર હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, શરદી અને ઉધરસથી બચાવે છે,
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
મધ અને લીંબુ નું સેવન કરવાના પાંચ ફાયદા
બીલીપત્ર નું સેવન કરવાના 8 ફાયદા જે તમને નહિ ખ્યાલ હોય
લીલી ડુંગળી ના ફાયદા | lili dungri na fayda
ખસ ખસ ના ફાયદા | khas khas na fayda | khas khas benefits in gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે