ઘરે બનાવો ખાટીમીઠી મેંગો જેલી – Mango Jelly

મેંગો જેલી - Mango Jelly - Mango jelly recipe in Gujarati
image - Youtube/Yummy
Advertisement

નમસ્તે મિત્રો તો આજે આપણે બનાવીશું મેંગો જેલી(Mango Jelly) તો જોઈએ મેંગો જેલી રેસીપી, Mango jelly recipe in Gujarati.

Mango jelly recipe in Gujarati

મેંગો જેલી બનાવવા કંઈક કઈ સામગ્રી જોઈશે

  • પોણો કપ કોર્ન ફ્લોર
  • પોણો કપ પાણી
  • બે કાચી કેરી ના કટકા
  • અડધો કપ ખાંડ
  • અડધી ચમચી સંચળ પાવડર
  • એક – બે ટીપા ગ્રીન કલર (ઓપેશનલ)
  • નારિયળ નો ભૂકો

મેંગો જેલી રેસીપી – Mango jelly recipe

સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ-ચાર ટીપા તેલના લગાડી ચારેબાજુ બરોબર ગ્રીસ કરી લો ગ્રીસ કરેલા વાસણમાં એક્સાઇડ મૂકી દો

હવે એક વાટકામાં કોર્ન ફ્લોર લ્યો તેમાં પાણી નાંખી બરાબર ગાંઠા ના રહે તેમ મિક્સ કરી નાખો તેને સાઈડ માં મૂકી દો ,હવે મિક્ષર ગ્રાઇન્ડર માં સુધારેલી કેરીના કટકા નાખો અને તેમાં એક કપ પાણી નાખી કેરી ને મિક્સરમાં બરોબર પીસી લો

Advertisement

હવે પીસેલી કેરી ને એક મોટા વાસણમાં લઈ તેમાં ખાંડ અડધી ચમચી સંચળ અને જો કલર નાખવો હોય તો બે-ત્રણ ટીપા કલરના નાખી મીડીયમ તાપ પર ગેસ પર મૂકી એકાદ ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં તૈયાર કોર્ન ફ્લોર ની જે સાઈડ તૈયાર કરેલ હતો તે નાખો ને બરોબર મિક્સ કરી જ્યાં સુધી મિશ્રણ ઘાટું ના થાય ત્યાં સુધી  હલાવતા રહો મિશ્રણ ઘાટું થાય એટલે ગેસ બંધ કરી ને સેજ ઠંડુ થવા દયો ત્યાર બાદ  પહેલા જે ગ્રીસ કરેલ વાસણ રાખેલ હતું તેમાં મિશ્રણ નાખી ધ્યો  ને ઓછા માં ઓછા ૪-૫ કલાક સુધી સેટ થવા રાખી દયો

સેટ થઇ જાય ત્યાર પછી તેના ગમતી સાઈઝ ના કટકા કરી કટકા ને નારિયળ ના ભૂકા માં બરોબર ચારે બાજુ થી કોટિંગ કરી ને એક ડાબા માં ભરી ફ્રીજ માં મૂકી ને ઠંડી ઠંડી મેંગો જેલી નો આનંદ માણો, Mango jelly recipe in Gujarati.

વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર નો હલવો એ પણ માવા વગર ખુબજ સરળતા થી

ઘરે બનાવો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ટર્કિશ બ્રેડ

વિડીયો: ઘરે બનાવો પનીર ટિક્કા રૂમાલી રોલ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement