નમસ્તે મિત્રો આજે આપણે coco powder માંથી મિલ્ક ચોકલેટ ગનાસ બનાવતા શીખીશું. જે તમે ઘરે ખુબજ સરળતા થી બનાવી શકો છો, મિલ્ક ચોકલેટ ગનાસ રેસીપી – Milk Chocolate Ganache Recipe.
Milk Chocolate Ganache
મિલ્ક ચોકલેટ ગનાસ બનાવવા માટે જરૂરી સામગ્રી
- અડધો કપ coco powder
- બે ચમચી કોર્ન ફ્લોર
- અડધો કપ ખાંડ
- ચપટી મીઠું
- ૧ કપ દૂધ
- એક ચમચી માખણ
- એક ચમચી વેનિલા એસેન્સ
મિલ્ક ચોકલેટ ગનાસ રેસીપી – Milk Chocolate Ganache Recipe
સૌપ્રથમ મિલ્ક ચોકલેટ ગનાસ બનાવવા એક વાસણમાં કોકો પાવડર કોર્ન ફ્લોર મીઠું અને ખાંડ નાંખી બરાબર હલાવો હવે તેમાં ગાંઠા ન પડે તેમ ધીરે-ધીરે દૂધ નાખતા જાવ અને મિશ્રણ તૈયાર કરી લો
હવે તૈયાર મિશ્રણને ધીમા તાપે ગેસ પર મૂકી સતત હલાવતા રહો મિશ્રણ બરાબર ઘટ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં એક ચમચી માખણ ઉમેરી અને એક ચમચી વેનીલા અંશેન્શ નાખી બરોબર હલાવી દો
તો તૈયાર છે મિલ્ક ચોકલેટ ગનાસ(Milk Chocolate Ganache) જે તમે કેક ઉપર કોઈ ડીપ તરીકે વાપરી શકો છો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચોકલેટ નું સેવન કરવાના ફાયદા અને નુકશાન
ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ chocolate તમારા ઘરેજ ખુબજ સરળ અમારી રેસીપી જોઈને, બાળકો ને ખુબજ પસંદ આવશે.
ફ્ક્ત 15 મિનિટ ની અંદર બનાવો ફરાળી મિલ્ક પાવડર બરફી ઘર ના દરેક સભ્ય ને પસંદ આવશે.
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે