નમસ્તે મિત્રો આજે આપણે ઝુણકા બનાવવાની રીત – Zunka banavani rit શીખીશું. ઝુણકા એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને તમે ડુંગળી બેસન નું શાક પણ કહી શકો છો જે એક વખત બનાવી ને ભાખરી કે રોટલા કે રોટલી સાથે એક બે દિવસ સુંધી ખાઈ શકો છો, do subscribe Saoji Special YouTube channel on YouTube If you like the recipe , અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો ઉનાળા માં ઘરમાં કોઈ શાક ના હોય કે કોઈ શાક બનાવવું ના સુજે તો આ શાક ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ ઝુણકા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઝુણકા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- હિંગ 2-3 ચપટી
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3
- ઝીણા સમારેલા ટામેટા 2-3
- લીલા મરચા સુધારેલા 3-4
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- પાણી જરૂર મુજબ
ઝુણકા બનાવવાની રીત
ઝુણકા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો,
ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને ત્રણ ચાર ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ડુંગળી ચડી ને નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, કસુરી મેથી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મસાલા શેકાઈ જાય એટલે એમાં ટમેટા નાખો ને મિક્સ કરી લ્યો
ટમેટા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં ચાળી રાખેલ બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી બે ચાર મિનિટ ચડવા દયો ચાર મિનિટ પછી બે ચમચી પાણી ચારે બાજુ છાંટી ને મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડવા દયો
બે મિનિટ પછી પછી બે ચમચી પાણી છાંટી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ચડવા દયો ને બે મિનિટ પછી પાછું બે ચમચી પાણી છાંટી મિક્સ કરી ઢાંકી બે ત્રણ મિનિટ ચડવા દયો,
ત્યાર બાદ બેસન બરોબર ચડી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો ઝુણકા.
Zunka banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saoji Special ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati
કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit | Keri no chundo recipe in gujarati
કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani rit | Keri ni chatni recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે